UP
ઉત્તર પ્રદેશ (UP)ના લખીમપુર ખીરી જિલ્લાના ઈશાનગર પોલીસ સ્ટેશનની હદના પકરિયા ગામમાં ગેંગરેપની ઘટના બની છે. શુક્રવારના અહીં શેરડીના ખેતરમાં 13 વર્ષની એક કિશોરીની લાશ મળી આવી હતી. આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. તેમજ આરોપીઓ પર એનએસએ હેઠળ કાર્યવાહીની વાત કહી છે.
કિશોરીના પિતાનું કહેવું છે કે આરોપીઓએ તેમની દીકરી સાથે ગેંગરેપ બાદ તેની આંખો ફોડી દીધી અને તેની જીભ પણ કાપી દીધી હતી. કિશોરીની લાશ જે ખેતરમાંથી મળી તે ખેતર આરોપીઓ પૈકી એકનું છે. તેમણે કહ્યું કે, તેમની દીકરી શુક્રવાર બપોરથી જ ગુમ હતી. તેને બધી જ જગ્યા એ શોધખોળ કરી ત્યારબાદ શેરડીના ખેતરમાં તેની લાશ મળી. બેરહેમીથી તેની હત્યા કરવામાં આવી હતી. તેની આંખો બહાર હતી. તેની જીભ કાપેલી હતી અને દુપટ્ટાથી તેનું ગળું દબાવવામાં આવ્યું હતું.
આ પણ જુઓ : Corona Vaccine : ભારતની કોરોના વેક્સિન ને લઇ આવ્યા આ મોટા સમાચાર
પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ રિપોર્ટમાં દુષ્કર્મ અને પછી ગળું દબાવીને હત્યાની વાત સામે આવી. ધૌરહરાના સીઓ અભિષેક પ્રતાપે જણાવ્યું કે, કિશોરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી છે. કિશોરીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટનાના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ પણ જુઓ : Rajasthan : સમલૈંગિક પત્નીએ પતિના કર્યા એવા હાલ કે બધા અંગો પણ ના મળ્યા..
આ મામલામાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ટ્વિટ કરી યોગી સરકાર પર નિશાન સાધતા તેઓએ લખ્યું કે, યૂપી (UP)ના લખીમપુર ખીરીના પકરિયા ગામમાં દલિત સગીરાની સાથે દુષ્કર્મ બાદ ફરી તેની ઘાતકી હત્યા ખૂબ દુઃખદ અને શરમજનક છે. આવી ઘટનાઓથી સપા અને હાલની બીજેપીની સરકારમાં શું અંતર રહ્યું? સરકાર આઝમગઢની સાથે ખીરીના દોષિતો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરે, બીએસપીની આ માંગ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.