Uttar Pradesh
સીએમ યોગીની સરકાર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં મહિલાઓ વિરુદ્ધ ગુનો કરનારાને સકંજો કરવાની તૈયારીમાં છે. સીએમ યોગી આદિત્યનાથે છેડતી કરનારાઓ વિરુદ્ધ પર કડક કાર્યવાહી માટે ઓપરેશન દુરાચારીની શરૂઆત કરી છે.
આ ઓપરેશન અંતર્ગત મહિલાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો આચરનારાઓ પર કડક કાર્યવાહી થશે અને દુરાચારીઓને મહિલા પોલીસકર્મીઓ દ્વારા દંડિત કરાશે. તો આવા અપરાધીઓને મહિલા પોલીસકર્મી જ સજા આપશે.
ઓપરેશન દુરાચારી હેઠળ મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે છેડતી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તો આ ઓપરેશનનો હેતુ એ છે કે મહિલાઓ અને બાળકીઓ સાથે કોઈ પણ પ્રકારની ઘટનાને અંજામ આપનારાઓને સમાજ જાણે. આવા લોકોના પોસ્ટરો ચાર રસ્તે લગાવવામાં આવશે.
CM યોગીએ લોકોને અપીલ કરી છે કે આવા અપરાધીઓ અને દુરાચારીઓના મદદગારોના નામ પણ બહાર પાડે. યોગીએ કહ્યું કે મહિલાઓ અને બાળકીઓ સાથે રેપ, છેડતી અને શારીરિક શોષણ કે યૌન ઉત્પીડન જેવી ઘટનાઓને અંજામ આપનારા અપરાધીઓ અને દુરાચારીઓના મદદગારોના નામ પણ ઉજાગર કરવામાં આવે જેથી કરીને મદદગારોમાં પણ બદનામીનો ડર પેદા થશે.
આ ઉપરાંત યોગીએ Uttar Pradesh માં મહિલાઓ અને બાળકીઓ સાથે થઈ રહેલા અપરાધોને લઈને યુપી પોલીસને ચેતવણી પણ જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે ક્યાંય પણ મહિલાઓ સાથે કોઈ પણ અપરાધિક ઘટના ઘટી તો સંબધિત બીટ ઈન્ચાર્જ, ચોકી ઈન્ચાર્જ, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને સીઓ જવાબદાર રહેશે. તેમની જવાબદારી નક્કી કરાશે અને તેમના વિરુદ્ધ એક્શન થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.