• દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે.
  • ડોદરામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે.
  • કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે.
  • રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં.
  • મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
  • ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
  • પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
  • આ અંગે શહેરનાં દર્દી શાલિની અગ્રવાલે પુષ્ટી કરી છે.
  • વડોદરામાં કોરોના પોઝિટિવનાં કેસ વધી રહ્યાં છે ત્યારે શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે.
  • અલી હુસેન સીદ્દીકી નામનો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો.
  • પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024