Vadodara

Vadodara

વડોદરા (Vadodara) શહેરમાં પતિએ પત્નીની હત્યા કરવાની બાબત સામે આવી છે. વડોદરામાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે મોડી રાત્રે હત્યારા પતિની ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ન્યુ વીઆઇપી રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે પત્ની પર હુમલો કર્યો હતો.

વડોદરામાં આજવા રોડ ઉપર આવેલ અમરદીપ હોમ્સમાં શિલ્પાબહેન પટેલ પરિવાર સાથે રહેતા હતા. શિલ્પાબહેન મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. ગત રાત્રે તેઓ ઘરેથી પોતાની એક્ટીવા લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓની લાશ લોહીલુહાણ હાલતમાં ન્યુ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી મળી હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

પોલીસને મહિલાની તપાસ કરતા પતિએ પત્નીના આડા સંબધમાં હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. હરણી પોલીસની વધુ તપાસમાં શિલ્પાબહેન પટેલના પતિ જયેશભાઇ પટેલ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાની વિગતો બહાર આવી હતી. પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.