નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ વિક્રમ સારાભાઈ સાયન્સ ટેકનો ક્લબ અને તક્ષશિલા વિદ્યાલય, હળવદના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય વૈદિક મેથ્સ ફ્રી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પાટણ એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ધનરાજભાઈ ઠકકર તેમજ રૂપેશભાઈ ભાટિયા એ આ પાંચ દિવસીય વેબિનાર માં તજજ્ઞ તરીકે ની ભૂમિકા ભજવી બાળકો ને વૈદિક મેથ્સ શીખવ્યું હતું.આ વેબીનારમાં વિદ્યાર્થીઓને ગાણિતિક ક્રિયાઓ જેવી કે, કોઈપણ સંખ્યાના ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, બાદબાકી, ઘડિયા વગેરે જેવી ક્રિયાઓ રમતાં રમતાં મૌખિક રીતે કેવી રીતે કરી શકાય તે સમજાવ્યું હતું.
આ વેબીનારનું ઝૂમ એપ પર અને યુ ટ્યુબ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, સમાજના 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો છે. રાજ્ય કક્ષાની શ્રીનિવાસન રામાનુજમ મેથ્સ ક્લબના સ્થાપક ડોક્ટર ચંદ્રમૌલી જોશીના માર્ગદર્શન હેઠળ આ વેબીનાર યોજાયો હતો.
- 200થી વધુ પૂર્વ સાંસદોને બંગલા કરવા પડશે ખાલી, નોટીસ આપવાનું કર્યું શરૂ
- ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ગાંધીનગર : રાજ્યના HTAT આચાર્યો ઉપવાસ પર ઉતર્યા..
આ વેબીનારમાં વિદ્યાર્થીઓને ગાણિતિક ક્રિયાઓ જેવી કે, કોઈપણ સંખ્યાના ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, બાદબાકી, ઘડિયા વગેરે જેવી ક્રિયાઓ રમતાં રમતાં મૌખિક રીતે કેવી રીતે કરી શકાય તે ખૂબ સરળતાથી સમજાવી હતી.આ વેબીનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના અનુભવમાં કહ્યું કે, આ પદ્ધતિથી શીખેલી ક્રિયાઓ અમે ક્યારેય ભૂલીશું નહિ તેમજ એમને આ રીતે ભણેલું ગણિત ખૂબ સરળ અને રોચક લાગયું.
તેમણે સ્વીકાર્યું કે બધા જ વિષયોમાં સૌથી અઘરો લાગતો વિષય એ હવે અમને ખૂબ સહેલો લાગે છે, અમને આત્મવિશ્વાસ છે કે હવે અમે આવી ગાણિતિક ક્રિયાઓ ખૂબ સરળતાથી અને ઝડપથી કરી શકીશું. આ વેબીનારથી અમારો ધોરણ 10 ની બોર્ડના ગણિતના પ્રશ્ન પેપર માં પંદરથી વીસ મિનિટ જેટલો ફાયદો થશે અને અમે ભૂલ વગર ગાણિતિક ક્રિયાઓ કરી શકીશું એવો વિશ્વાસ આવ્યો છે.