- ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડેમાં જીત પછી લોકેશ રાહુલના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
- કોહલીએ કહ્યું હતું કે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં રહીએ છીએ અને અહીં પર ‘પેનિક બટન’ઘણું જલ્દી દબાવી દેવામાં આવે છે.
- તમારા માટે એ જાણ કરવી ઘણી જરુરી છે કે તમારા માટે મેદાનમાં સર્વશ્રેષ્ઠ ટીમ કોણ હશે.
- જ્યારે તમે રાહુલને બેટિંગ કરતા જુવો છો તો તેના જેવા ખેલાડીને બહાર કરવો મુશ્કેલ છે.
- વિરાટે કહ્યું હતું કે પાંચમાં નંબરે બેટિંગ કરવી અને ટીમ માટે તેને જેવી બેટિંગ કરી એ નિશ્ચિત રુપથી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ ઇનિંગ્સમાં તેની પરિપક્વતા અને સ્તર બતાવે છે.
- આપણે જાણીએ છીએ કે આપણે ચેન્જ રુમમાં શું કરી રહ્યા છીએ. મેદાન બહાર ઘણી ચર્ચા થાય છે.
- જો કે, અમે તેના ઉપર ધ્યાન આપતા નથી. ત્રીજા નંબરે બેટિંગ કરવી સારું હતું મને ખુશી છે કે તેનાથી ટીમને મદદ મળી.
- વન-ડેમાં શિખર ધવન અમારા માટે સતત સારું કામ કરતો રહ્યો છે. હું ખુશ છું તેણે રન બનાવ્યા છે. રોહિત જ્યારે પણ રન બનાવે છે. તે હંમેશા ટીમ માટે સારું હોય છે.
- મેન ઓફ ધ મેચ કે એલ રાહુલે કહ્યું હતું કે તેને અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવવામાં આનંદ આવે છે.
- બેટિંગ ક્રમમાં નીચે ઉતરવા સિવાય રાહુલે આ મેચમાં વિકેટ-કીપરની પણ ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું હતું કે હું આનાથી શાનદાર શરુઆતની આશા કરી શકતો નથી.
- દરેક દિવસે મને અલગ-અલગ પ્રકારની ભૂમિકા કે જવાબદારી આપવામાં આવે છે અને હું તેનો આનંદ ઉઠાવી રહ્યો છું.
- કે એલ રાહુલે કહ્યું હતું કે કુલદીપ યાદવે મને કહ્યું કે મારી વિકેટકીપિંગ ઘણી સારી છે. મેં બાળપણથી વિકેટકીપિંગ કરી છે પણ મેં પોતાની ફર્સ્ટ ક્લાસ ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા વધારે કરી નથી.
- જો કે,છેલ્લા કેટલાક સપ્તાહથી મેં કર્ણાટક માટે વિકેટકીપિંગ કરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News