• સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે.
  • 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે.
  • ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતા પોતાના જીવનના વીસ વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.
  • વિજય મહેતા હીરાના વેપારી છે, અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા, પરંતુ 6 વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનુ ઓછુ કરી દીધુ હતુ.
  • કારણ કે તે સમયે તેમને લાગ્યુ હતુ કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી?
  • આ જ કારણ છે કે પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો.
  • એટલુ જ નહી પોતાની તમામ સંપત્તિ કે જેને તેઓએ પોતાની વર્ષોની મહેનતથી ઊભી કરી હતી. તેને પણ વેચવાનો નિર્ણય કરી દીધો છે.
  • આ સંપત્તિથી તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે અને એ કેટલુ ભયાવહ હોય છે તેનુ એ.આર ટેકનોલોજીથી લોકોને બતાવશે અને અને બાકીની રકમ ગરીબોને દાનમાં આપી દેશે આ પરિવારની એક દીકરી નામે ઋત્વી એ આજથી બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી, જોકે પહેલેથી દીક્ષા લેવી હતી જેને લઇને તે બે વર્ષ મહારાજ સાહેબના સાનિધ્યમાં સહ પરિવાર રહ્યા હતા.
  • જો કે, ફરવાનો શોખ સાથે દર રવિવારે ફિલ્મ જોવાની અને અઠવાડિયામાં બે વખત હોટલમાં જમવા જવાનો પણ શોખ ધરાવતા વિજય ભાઈ અને તેમનું પરિવાર પહેલેથી જ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.
  • જોકે મોટી દીકરી દ્રષ્ટિને ઋત્વીએ દીક્ષા લઇ લીધી હતી.
  • પોતાનાથી નાની બહેને દીક્ષા લીધા બાદ બંને બહેન તેની સાથે એક મહિનો સમય વિતાવ્યો હતો.
  • સીએ થઈને દીક્ષા લેવી હતી.
  • જોકે આ સમય વધુ લાગતો હોવાને લઇને બીજા નંબરની દીકરી ઋત્વીએ દીક્ષા લીધી હતી.
  • મોટી દીકરીએ સીએ તો ન કર્યું પણ કોપ્યુટર અને જવેલરી ડિઝાઇનની તાલીમ લીધી છે, પહેલી દીકરી દીક્ષા લે તે પહેલા આખો પરિવાર ભારતના દરેક રાજ્યમાં ફરી આવ્યા છે, ખાલી પંજાબ ફરવાનું બાકી રાખ્યું હતું.
  • ગંગટોક ખાતે પરિવાર સાથે ફરી આવ્યા હતા, પોતાની જિંદગીમાં દરકે ગાડી ફેરવી છે, પોતાની પાસે સ્કૂટર હતું, ત્યારથી ફરવાનો શોખ હતો.
  • પરંતુ આ વિચાર આવ્યા બાદ પરિવાર માત્ર ધર્મની વાત કરતા અને તે દિશામાં વધુ વિચારવા લાગ્યા હતા.
  • હાલમાં આ પરિવાર દીક્ષા પહેલા પોતાની બંને દીકરીને લઇને દુબઇ અને શાહજહાં ફરીએ આવ્યા હતા. પરિવારમાં પત્નીએ પણ દીક્ષા લેવાનું વિચાર્યું હતું.
  • બે વર્ષ પહેલા જે દીકરી એ દીક્ષા લીધી છે તે પોતાનો પરિવાર સાંસારિક જીવન છોડીને સંયમના માર્ગે જવાના છે,
  • ત્યારે આ શુભ અવસરમાં સામેલ થવા માટે થોડા દિવસ પહેલા સુરત ખાતે આવીને પાલ વિસ્તારમાં આવેલા દેરાસરમાં આવીને રોકાય છે.
  • ત્યારે આ પરિવાર કરોડો રૂપિયાનો વર્ષે ડાયમંડમાં ટર્નઓવર કરતી અને અનેક મિલકતને છોડીને દીક્ષા લઇ રહ્યા છે, ત્યારે તેમાં પરિવારના સભ્ય અને મહેમાનો મોટી સંખ્યામાં તેમની સાથે છેલ્લા દિવસ વિતાવી રહ્યા છે.
  • પરિવાર એવું માને છે કે, સાંસારિક જીવનમાં કઈ રાખ્યું નથી, માત્ર આ જીવન નરક છે અને સાચું સુખ સંયમમાં છે.
  • એટલે પોતે સંયમના માર્ગે જેણે લોકોને જીવનનો હોરર શો બતાવા જઈ રહ્યાની વાત કરી હતી.
  • પોતાના જીવનમાં અનેક સુખ જોયા છે, કરોડો રૂપિયા કમાયા બાદ હવે સાચા સુખ માટે પરિવાર સાથે આ હીરા વેપારી દીક્ષા લેવા જઈ રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024