પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા ગયેલા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર હુમલો.

2019 લોકસભા ચૂંટણીને પગલે ગુજરાતથી પશ્ચિમ બંગાળ પ્રચાર માટે ગયેલા ભારતીય યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના કાર્યકરો પર TMC (તૃણમુલ કોંગ્રેસ)ના કાર્યકરોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે ભાજપની એક બેઠક દરમિયાન ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત કાર્યકરો ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હતો.

જણાવી દઈએ કે પહેલા કારને નિશાન બનાવી પછી ઋત્વિજ પટેલને નિશાન બનાવામાં આવ્યા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના આગેવાનો અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. તેમના એક ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિતના આગેવાનો પશ્ચિમ બંગાળની બારાસાત લોકસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી આવતી ઘર્ષણની સ્થિતિ વધુ વધી હતી. આ દરમિયાન ઋત્વિજ પટેલ ગઈકાલે બપોર બાદ ચૂંટણી પ્રચાર કરી હોટલ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર હુમલાનો પ્રયાસ થયો હતો અને ભાજપના સ્થાનિક આગેવાનો સાથે ગુજરાતના યુવા મોરચાના કાર્યકરોની બેઠક દરમિયાન પણ ટીએમસીના સમર્થકોએ હુમલો કરીને પ્રચાર કરતા અટકાવ્યા હતાં.

પશ્ચિમ બંગાળ ગયેલા ગુજરાત ભાજપના કાર્યકરોને પોલીસે મધરાતે હોટલની બહાર કાઢ્યા ના પણ સમાચાર છે.

  • પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની કટ્ટર દુશ્મનાવટના પગલે ઠેર ઠેર ઘર્ષણ જોવા મળી રહ્યુ છે.
  • આવા જ એક મામલામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના આજે કોલાકાતામાં યોજાનારા રોડ શો પહેલા સોમવારની રાતે બારાસાત મત વિસ્તારમાં ભારે હંગામો થયો હતો.
  • ગુજરાથી બંગાળ પ્રચાર કરવા માટે પહોંચેલા ગુજરાત ભાજપના સખ્યાબંધ કાર્યકરોને પોલીસે હોટલમાંથી બહાર કાઢી મુક્યા હતા.
  • તમને જણાવી દઈએ કે ભાજપના આ કાર્યકરો હથિયાર અને પૈસા સાથે આવ્યા હોવાની તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારે કરેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પાછળથી હોટલમાંથી કાઢી મુકાયેલા ભાજપના કાર્યકરોને એક સ્થાનિક કાર્યકર તુહિન મંડલે પોતાના ઘરે આશરો આપ્યો હોવાના સમાચાર છે.
  • આ દરમિયાન તૃણમુલના ઉમેદવારે તો ભાજપના કાર્યકરો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ મથકની બહાર ધરણા કર્યા હતા અને રાતે તુહિન મંડળના ઘરની બહાર પણ હંગામો કર્યો હતો.
  • તે ઉપરાંત ઘરની બહાર વાહનોની પણ તોડફોડ કરાઈ હતી.પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ભાજપના કાર્યકર તુહિન મંડળના ઘરે અંધારુ હતુ. પોલીસને દરવાજો ખોલવા માટે અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. પોલીસે જેમ તેમ કરીને દરવાજો ખોલાવ્યા બાદ અંદર જોયુ તો ભાજપના સ્થાનિક નેતા પ્રદીપ બેનર્જી ઘરમાં આરએસએસ અને ભાજપના બીજા નેતાઓ સાથે હતા.
  • દરમિયાન તૃણમુલના કાર્યકરોએ તુહિન મંડળના ઘરની બહાર પ્રદર્શન શરુ કરતા ભાજપના સમર્થકોને સુરક્ષા માટે પોલીસ મથકે લઈ જવા ની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024