ભારતીય વાયુસેનાને મળ્યું વિશ્વનું સૌથી ખતરનાક હેલિકોપ્ટર અપાચે.
ભારતીય વાયુસેનાને અમેરિકા તરફથી પ્રથમ અપાચે ગાર્ડિયન અટેક હેલિકોપ્ટર મળ્યું છે. અમેરિકાના એરિઝોનામાં સ્થિત પ્રોડક્શન ફેસિલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ હેલિકોપ્ટર મળ્યું છે. ભારતે અમેરિકા સાથે આવા 22 અપાચે ગાર્ડિયન અટકે હેલિકોપ્ટરનો કરાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ આ પ્રસંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ વર્ષે જુલાઇ સુધી હેલિકોપ્ટરની પ્રથમ બેચ ભારત મોકલવાનો પ્રોગ્રામ છે. એર-ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂએ અલબામા સ્થિત અમેરિકન સેનાના ટ્રેનિંગ ફેસિલિટીમાં પ્રશિક્ષણ લીધું હતું. અપાચે ગાર્ડિયન મલ્ટી રોલ ફાઇટર હેલિકોપ્ટર છે જે 284 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને તેમાં બે હાઇ પર્ફોર્મન્સ એન્જિન પણ લગાવેલા છે.
તમને જણાવી દીએકે ભારતે 2015માં અમેરિકન વિમાન પ્રોડક્શન કંપની બોઇંગ સાથે 22 અપાચે ખરીદવાની ડીલ કરી હતી. જે 2.5 અબજ ડોલર એટલેકે અંદાજિત 17.5 હજાર કરોડ રૂપિયા ની આ ડીલમાં 15 ચિનૂક હેલિકોપ્ટર પણ સામેલ હતા. બોઇંગ અનુસાર, સૌથી શક્તિશાળી હેલિકોપ્ટર અપાચેને ખાસ પ્રકારે ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા. જમીન થી ઘણું નજીક ઉડાણની ક્ષમતાના કારણે તે પહાડી વિસ્તારમાં છૂપાઇને વાર કરવામાં સક્ષમ છે.
જાણો અપાચેની ખાસિયત
- બોઇંગ એએચ-64ઇ અમેરિકન સૈન્ય અને અન્ય આતંરાષ્ટ્રીય રક્ષા સેનાઓનું એક એડવાન્સ હેલિકોપ્ટર છે. જે એક સાથે વિવિધ કામ કરવામાં સક્ષમ છે.
- અપાચે હેલિકોપ્ટરને અમેરિકાએ પનામા અફઘાનિસ્તાન અને ઇરાક સુધી દુશ્મોને જવાબ આપવા ઉપયોગ કર્યુ છે. લેબનાન અને ગાઝા પટ્ટીમાં પોતાના સૈન્ય ઓપરેશન માટે ઇઝરાયલ આ જ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.
- અમેરિકા સેનાના એડવાન્સ અટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે આ હેલિકોપ્ટરને બનાવવામાં આવ્યું છે. વર્ષ 1975માં તેણે પહેલી ઉડાન ભરી હતી. અમેરિકન સેનામાં તેને વર્ષ 1986માં સામેલ કરવામાં આવ્યું હતું.
- આ હેલિકોપ્ટરમાં બે જનરલ ઇલેક્ટ્રિક T700 ટર્બોશિફ્ટ એન્જિન લાગેલા છે. તેમાં આગળની તરફ સેન્સર ફિટ છે, જેના કારણે તે રાતના અંધારામાં પણ ઉડાન ભરી શકે છે.
- અપાચે 365 કિમી/કલાકની ઝડપે ઉડાન ભરે છે. તેજ ગતિના કારણે તે દુશ્મનોની ટેન્કરોને સરળતાથી ફૂરચા ઉડાવી શકે છે.
- આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલ્સ લાગેલી છે, જેના પેલોડ એટલા તીવ્ર વિસ્ફોટકોથી ભરેલા હોય છે કે, દુશ્મનોનું બચવું લગભગ અશક્ય થઇ જાય છે. આ ઉપરાંત તેની બંને તરફ 30MMની બે ગન લાગેલી છે.
- તેનું વજન 5,165 કિલોગ્રામ છે. તેની અંદર બે પાઇલટ્સને બેસવાની જગ્યા હોય છે. તેને એ પ્રકારે ડિઇઝાન કરવામાં આવ્યું છે કે, તે યુદ્ધ ક્ષેત્રમાં કોઇ પણ સ્થિતિમાં ટકી શકે છે.
- તેમાં હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે, ઇન્ટિગ્રેટેડ હેલમેટ અને ડિસ્પ્લે સાઇટિંગ સિસ્ટમ લાગેલી છે. જેની મદદથી પાઇલટ હેલિકોપ્ટરમાં લાગેલી ઓટોમેટિક M230 ચેન ગનથી પોતાના દુશ્મનોને સરળતાથી ટાર્ગેટ કરી શકે છે.
- અપાચે દરેક પરિસ્થિતિ અને હવામાનમાં પોતાના દુશ્મનો માટે કાળ છે.
- અપાચેને અમેરિકા ઉપરાંત ઇઝરાયલ, ઇજિપ્ત અને નેધરલેન્ડનું સૈન્ય પણ ઉપયોગ કરે છે.
ભારત અપાચેનો ઉપયોગ કરનાર 14મો દેશ બનવા જી રહ્યો છે. જેના લીધે વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાએ ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટરની પ્રથમ બેચ વાયુસેનામાં સામેલ થઇ ગઇ છે. 4 ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છના મુંદ્રા એરપોર્ટ પહોંચ્યા હતા.
હેલિકોપ્ટરમાં લેઝ, ઇન્ફ્રારેડ અને અન્ય નાઇટ વિઝન સિસ્ટમ લગાવવામાં આવેલી છે. જેની મદદથી અંધારામાં પણ દુશ્મનોને ટાર્ગેટ કરીને પ્રહાર કરી શકે છે. હેલિકોપ્ટરથી અત્યાધુનિક મિસાઇલ ફાયર કરી શકાય છે, તેની સાથે જ તે અનેક પ્રકારના બોમ્બ બ્લાસ્ટ કરવામાં પણ સક્ષમ છે. દુશ્મનોની નજરે પડ્યા વગર આ હેલિકોપ્ટર ટાર્ગેટ લોકેશનને નષ્ટ કરી શકે છે.
હેલિકોપ્ટરનું નિર્માણ અમેરિકાના એરિઝોનામાં કરવામાં આવ્યું છે. આના પહેલા પણ ભારતીય વાયુસેનાને ચિકૂન હેવીલિફ્ટ હેલિકોપ્ટર મળી ગયું છે. બોઇંગ AH-64 E અપાચે વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટર માનું એક ગણાય છે. ગત વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને છ એએચ-64ઇ હેલિકોપ્ટર આપવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ચીન અને પાકિસ્તાની બોર્ડર પર તહેનાત કરવામાં આવશે.