Article 370 – 35A – જાણો કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35A શું છે?

પોસ્ટ કેવી લાગી?

શું છે આર્ટિકલ 35A?

35Aને 1954માં રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના ‘સ્થાયી નિવાસી’ની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખાસ અધિકાર આપવામાં આવ્યાં છે. અસ્થાયી નિવાસીને તે અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં છે. અસ્થાયી નાગરિક જમ્મુ-કાશ્મીરમાં ન તો સ્થાયી થઈ શકે છે અને ન તો ત્યાંની કોઈ જ સંપત્તિ ખરીદી શકે છે. અસ્થાયી નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરી અને શિષ્યવૃતિ પણ મળતી નથી. તેઓ કોઈ જ રીતના સરકારી મદદ મેળવવાને પાત્ર પણ નથી હોતાં.

શું છે આર્ટિકલ 370?

ભારતમાં વિલય પછી શેખ અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરની સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક સંબંધો સાથેની વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામમાં બંધારણની અંદર આર્ટિકલ 370ને જોડવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર ત્રણ મુદ્દા- સુરક્ષા, વિદેશ મામલાઓ અને કોમ્યુનિકેશન્સ માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે.

સૌથી મોટી વાત એ છે કે, ભારતના કે કાશ્મીરના બંધારણમાં આર્ટિકલ ૩૫-એનો કોઈ ઉલ્લેખ નથી. આ આર્ટિકલ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાને અધિકાર આપે છે કે, તે સ્થાયી નાગરિકની પરિભાષા નક્કી કરે. આર્ટિકલ ૩૫એને ૧૪ મે ૧૯૫૪માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર કુમારે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. આ ઉલ્લેખ મળે છે પણ લેખિતમાં ક્યાંય તેનો ઉલ્લેખ દેખાતો નથી.

બંધારણસભામાં કે સંસદની કોઈ સમિતિમાં કે કામગીરી દરમિયાન આર્ટિકલ ૩૫ એને બંધારણનો ભાગ બનાવવાની માગ ઊઠી જ નથી. તત્કાલીન સરકારે તેને આર્ટિકલ ૩૭૦નો જ ભાગ ગણાવી હતી. આજદીન સુધી તેનો આ રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે. આર્ટિકલ ૩૫એને બંધારણમાં સ્થાન મળ્યું નથી પણ કાશ્મીર સરકાર દ્વારા તેને લાગુ કરવા માટે આર્ટિકલ ૩૭૦નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે જ તેને બંધારણનો જ ભાગ ગણાવવામાં આવે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures