શું તમે જાણો છો કોણ વધુ સેક્સ કરે છે? શાકાહારી કે માંસાહારી.
દુનિયામાં મહિલા અને પુરુષો તો તુલના થતી જ રહે છે, સાથે સાથે જ માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે પણ સરખામણી થતી રહે છે. લોકોનું માનવું છે કે, નોનવેજ ખાનારા વધુ શક્તિશાળી હોય છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે, માંસ-મચ્છી ખાવાથી નુકસાન થાય છે. પરંતુ શાકાહારી અને માંસાહારીમાંથી સેક્સ કોણ વધુ કરે છે, તે પણ એક સવાલ રહ્યો છે, જેનો જવાબ આજે અમે તમને આપવા જઈ રહ્યા છે. એક મીટ કંપની દ્વારા માંસાહારી અને શાકાહારી લોકો વચ્ચે કરાવવામાં આવેલા સરવેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
આ સરવેમાં જાણવા મળ્યું હતું કે, દિવસમાં એક વાર માંસ ખાનારા 42% લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સેક્સ કરે છે, જ્યારે શાકાહારી લોકો અને એવા લોકો જે 15 દિવસે એકવાર માંસ ખાતા હોય તેમાંથી ફક્ત 16% લોકો જ એવા હોય છે જે અઠવાડિયામાં એક વાર સેક્સ કરે છે. તમને જણાવી દઈ એ કે આ સરવે UKમા થયો હતો, જેમાં બ્રિટનના 2 હજાર લોકોએ ભાગ લીધો હતો.
પણ અલગ-અલગ દેશોમાં આ આંકડા અલગ-અલગ છે. સૌથી વધુ 49% કામુક માંસાહારી વેલ્સમાં જોવા મળ્યા હતા, જ્યારં ઈંગ્લેન્ડમાં 46% અને સ્કોટલેન્ડમાં 40% કામુક માંસાહારી જોવા મળ્યા હતા.
આપણે જો જૂની રિસર્ચની વાત કરીએ તો તેમાં શાકાહારી બાજી મારી જાય છે. થોડા સમય પહેલા થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, વેજિટેરિયન એટલે કે શાકાહારી લોકો સેક્સ કરવાના મામલે માંસાહારી લોકો કરતા શ્રેષ્ઠ હોય છે. જો કે મોટાભાગના લોકો આને નથી માનતા. તેમનું કહેવું છે કે, સેક્સ વ્યક્તિ પર નિર્ભર કરે છે, તે પછી માંસાહારી હોય કે શાકાહારી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.