Patan : સરસ્વતી તાલુકાના સાપ્રા ગામે નશા યુક્ત હાલતમાં યુવાને નજીવી બાબતે છરી વડે મહિલાને કાન પર ઘા ઝીંકયો હતો. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાના પતિ એ સરસ્વતી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
સાપ્રાગામે રહેતાં સુભદ્રાબેન રણજીતજી મંગળવારે બપોરે રસોઈ બનાવતા હતા ત્યારે ગામના ઠાકોર ચંદનજી વિહાજી આવી રણજીત ક્યાં ગયો છે તેમ પૂછતાં સુભદ્રાબેને તેમના પતિ રણજીત આવે ત્યારે આવજો તેવું કહેતાં ચંદનજીએ ઉશ્કેરાઇ ગડદાપાટુનો માર મારી છરી ડાબા કાન પર ઝીંકતા ઇજાઓ થઈ હતી.
બૂમાબૂમ કરતાં મહિલાના પતિ સહિત પરિવારજનો દોડી આવી છોડાવ્યા હતા. ચંદનજીનું ઉપરાણું લઈ તેની પત્ની ઠાકોર સોનીબેન અને દીકરા ઠાકોર સંજયજીએ ધોકા વડે રણજીતજીને માર માર્યો હોવાની સરસ્સવતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.