LifeStyle
મોટાભાગની મહિલાઓ (Women)જ્યારે સેક્સ (Sex) કરી રહી હોય ત્યારે તેમના મગજમાં સેક્સ સિવાયના અન્ય વિચારો ચાલતા હોવાનું જાણવા મળ્યું છે. કારણકે મગજ ક્યારેય સ્થિર રહેતું નથી અને દરેક સમયે અલગ-અલગ વિચારો આવતા હોય છે.
જ્યારે મહિલાઓ સેક્સ કરતી હોય છે ત્યારે તે સેક્સ કરતા વધારે પોતાના લૂક વિશે વિચારતી હોય છે. મહિલાઓ સેક્સ દરમિયાન પોતાના વજન વિશે પણ વિચારતી હોય તેવું બની શકે.
જ્યાં પુરુષો એક વખત મૂડમાં આવ્યા પછી પોતાનું સંપૂર્ણ ધ્યાન પરફોર્મન્સ પર આપે છે. પણ, મહિલાઓને ભૂલથી પણ મગજમાં પોતાના વજન વિશેનો વિચાર આવ્યો કે તરત જ અન્ય એક સવાલ તે પણ સામે આવે છે કે અરે, આજે તો હું શેવ કરવાનું ભૂલી ગઈ. પણ, તેનાથી કોઈ ફરક પડતો નથી.
સેક્સ દરમિયાન જ્યારે પાર્ટનર ફોરપ્લે કરે ત્યારે મોટાભાગની મહિલાઓને આનંદ આવે છે. પણ, પાર્ટનર જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે તેઓને આ પ્રક્રિયા કંટાળાજનક લાગે છે. ઘણીવખત તે પાર્ટનરના જોશને પૂરેપૂરો માણતી પણ નથી. ઘણીવખત મહિલાઓ મનમાં એવું પણ વિચારતી હોય છે કે પાર્ટનર થોડી સ્પીડ ઓછી કરે તો સારુ.
મહિલાઓ સેક્સ દરમિયાન એવું પણ વિચારતી હોય છે કે તેઓને જમવામાં શું બનાવવાનું છે. બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાના છે, જો કામકાજ કરતી મહિલા હોય તો ઓફિસમાં શું પહેરીને જઈશ તેવું પણ સેક્સ દરમિયાન વિચારતી હોય છે. સેક્સ દરમિયાન મહિલાઓ ઓફિસ વિશે પણ વિચારતી હોય છે. પણ, પાર્ટનર તો તેના કામમાં જ વ્યસ્ત હોય છે.
સેક્સ દરમિયાન પાર્ટનર ચરમસીમા પર પહોંચી જાય અને બાદમાં સૂવાની તૈયારી કરતો હોય ત્યારે પણ મહિલાઓના મગજમાં કેટલાંક વિચારો આવે છે. મહિલાઓ વિચારવા લાગે છે કે આ કેમ આટલું જલદી ખતમ થઈ ગયું? તે પાર્ટનરને કશું જણાવે તે પહેલા તેના નસકોરા સાંભળવા મળે છે.