ફાઉન્ડેશન
મેકઅપ કરવા માટે ચહેરા પર ફાઉન્ડેશન જ લગાવે છે. તે લગાવતા પહેલા તેનો સાચો સ્કિ્ન ટોન ચેક કરી લો. એક સારા ફેસ વૉશથી ચહેરો ધોઈ લો. પછી ચહેરાને ટિશ્યૂપેપરથી સાફ કરી ફાઉન્ડેશન લગાવો.

કંસીલર
કંસીલરને ટ્રાયેન્ગલ શૅપમાં આંખોની નીચે લગાવો. પછી ધીમે ધીમે ફેલાવો અને થોડો ટ્રાંસલૂસેંટ પાવડર લગાવો.

આઈલાઈનર આંખોને સજાવવા માટે આઈલાઈનર શ્રેષ્ઠ છે. આઈલાઈનર તમે આંખોની વૉટર લાઈન પર પણ લગાવી શકો છો.

આંખોને સજાવવા માટે આઈલાઈનર શ્રેષ્ઠ છે. આઈલાઈનર તમે આંખોની વૉટર લાઈન પર પણ લગાવી શકો છો.

કાજલ
કાજલ તો દરેક છોકરીઓના પર્સમાં જોવા મળે છે. જો તમારી પાસે કંઈ જ ન હોય, પણ કાજલ હોય તો તમે ગણતરીની સેકન્ડમાં સુંદર લાગી શકો છો. કાજલ લગાવી તમે ફેસ પાવડરથી ટચઅપ કરી શકો છો.

લિપસ્ટિક
તમારા ગમતા અને મેચિંગ શૅડની લિપસ્ટિક તમારા પર્સમાં રાખો.

મેકઅપ રિમૂવર વાઈપ્સ
મેકઅપ રિમૂવર વાઈપ્સ એક ખૂબ જ જરૂરી ચીજ છે. જો મેકઅપ સારો ન થયો હોય અથવા ખરાબ થઈ ગયો હોય તો મેકઅપ રિમૂવર વાઈપ્સથી તેને સરળતાથી સાફ કરી શકાય છે. આ સાથે ખરાબ થઈ ગયેલા મેકઅપને ઠીક પણ કરી શકાય છે.

ફેસ પાવડર
ફેસ પાવડર પરફેક્ટ એકઅપ ટચઅપ માટે જરૂરી છે. પોતાના શૅડ અનુસાર પસંદગી કરો.

લોશન
લોશન એક એવી ચીજ છે, જેની આપણને વારંવાર જરૂર પડે છે. ડ્રાય સ્કિન ધરાવનાર લોકોને તેની અવશ્ય જરૂર પડે છે.

બીબી ક્રીમ
ઘરથી નીકળતા પહેલાં બીબી ક્રીમ લગાવવાથી તે તમારા ચહેરા અને તડકાથી બચાવી રાખે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.