રાજ્યના વિવિધ ૧૦૦થી વધુ ચિત્રકારોએ વિશ્વ વિરાસત રાણીની વાવને (Rani ki vav) કાગળ પર કંડારી

વર્લ્ડ હેરીટેજ વોલેન્ટીયર્સ કાર્યક્રમ (World Heritage Volunteers Program) અંતર્ગત યુવાનોને જોડીને વૈશ્વિક વારસાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર માટેના પ્રયત્નોના ભાગરૂપે યોજાઈ ચિત્ર સ્પર્ધા


પાટણના આંગણે આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ (Rani ki vav) ખાતે લાઈવ વોટર કલર પેઈન્ટીંગ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ૧૦૦થી વધુ ચિત્રકારોએ ભાગ લઈ વિશ્વ વિરાસતને કાગળ પર કંડારી હતી.

છેલ્લા ૧૫ વર્ષથી કલાકારોના ઉત્થાન માટે કામ કરતી સુરતની સ્વૈચ્છીક સંસ્થા કલા પ્રતિષ્ઠાન અને વિલેજર ફાઉન્ડેશનના સહયોગથી યુનેસ્કો દ્વારા રાણીની વાવ (Rani ki vav) ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ. વર્લ્ડ હેરીટેજ વોલેન્ટીયર્સ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને જોડીને વિશ્વ વિરાસતના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર માટેના પ્રયત્નોના ભાગરૂપે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના અંતે સ્પર્ધામાં જોડાનાર ચિત્રકારોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષશ્રી રમણીકભાઈ ઝાંપડીયાએ જણાવ્યું કે, ભારતીય કળાના પૌરાણીક સ્થાપત્યો, શિલ્પો અને દેવાલયો સંવર્ધિત થાય, તેની જાળવણી થાય અને લોકભોગ્ય બને તેવા પ્રયત્નોના ભાગરૂપે અહીં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે. સાથે જ આ સ્પર્ધાની ડોક્યુમેન્ટ્રી અને કેટલોગ દ્વારા બહોળો ફેલાવો કરી સ્થાપત્યોના સંવર્ધનો સંદેશ આપવામાં આવશે.

અમદાવાદની શાળામાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા આશિષ કટારીયાએ જણાવ્યું કે, વ્યુ, પરસ્પેક્ટીવ, લેયર્સ અને શૅડો જેવા ચિત્રકામના અનેકવિધ પાસાઓ પર હાથ અજમાવવા આ ઉત્તમ સ્થળ છે. આ સ્પર્ધાથી પેઈન્ટીંગના સ્ટડી વર્કની સાથે સાથે શિલ્પ-સ્થાપત્ય કળાથી રૂબરૂ થવાનો મોકો મળ્યો.

આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા અન્ય એક ચિત્રકારશ્રી સ્પર્ધકશ્રી હરેશ નાયકે જણાવ્યું કે, રાણીની વાવની સ્થાપત્ય કળા બેનમૂન છે, આજે તેને કાગળ પર ઉતારવાનો અવસર મળ્યો છે. ચિત્રકામની દ્રષ્ટીએ ચીવટ માંગી લેતી આકૃતિઓને આપણા પૂર્વજોએ પથ્થર પર કંડારી છે તે ખરેખર ગૌરવની વાત છે.

લાઈવ વોટર કલર કોન્ટેસ્ટ અંતર્ગત રાણીની વાવ અને તેના પ્રાંગણમાં ૧૦૦ જેટલા ચિત્રકારો અને આર્ટ ટીચર્સે પોતાની કળા અજમાવી. ચિત્રકારોએ અપર એંગલ, શિલ્પ, વાવના આર્કિટેક્ટર અને લેન્ડસ્કેપ જેવા વિવિધ વિષયો પસંદ કરી પોતાની કલા પ્રદર્શિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024