- અત્યારના સમયે વિજ્ઞાનીઓ ચામાંથી ટી-વાઈન બનાવવાની ટેક્નિક તૈયાર કરી છે. ઉમર વધવાની સાથે સાથે ભૂલવાની બીમારી પણ વધતી હોય છે તો તમે આ ચા પીને આ બીમારી થી દૂર રહી શકો છો.
- કાંગડા ચામાંથી બનેલી ટી વાઇન ભૂલવાની બીમારીમાં થશે ફાયદો.ટી વાઇન બનાવવામાં એક વર્ષનો સમય લાગે છે
- ટી વાઇન હાર્ટએટેકને રોકવામાં પણ મદદરૂપ છે..ટી વાઇન બનાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. તેને ખૂબ જ જલદી માર્કેટમાં લવાશે. આ ટેક્નિકથી રોકાણકારોને આકર્ષિત કરવા સંસ્થાએ એક હજાર લિટર ક્ષમતાવાળી મશીનરી પોતાની પાસે રાખી છે. કાંગડા ચાને પહેલાં હળવા તાપમાને ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ તેમાં યીસ્ટ ભેળવવામાં આવે છે.
- આ દરમિયાન ચામાં આલ્કોહોલની માત્રા બને છે. ત્યારબાદ તેને નિર્ધારિત કરીને મીઠાશને નિયંત્રિત કરાય છે. ત્યારબાદ તેને એક વર્ષ સુધી રાખવામાં આવે છે. આ સમયગાળામાં ટી વાઇનમાં ખુશ્બુ તૈયાર થાય છે ત્યારે તેનો ઉપયોગ પણ કરાય છે. એક દિવસમાં 120 મિલિલિટર ટી વાઇનનું સેવન કરવામાં આવે છે.
- ટી વાઇન હાર્ટએટેકને રોકવામાં પણ મદદરૂપ છે. શુગરથી પીડાતા લોકો તેનો પ્રયોગ કરી શકે છે, સાથે-સાથે ઠંડીથી બચવા પણ ટી વાઇન નો ઉપયોગ કરી શકાય છે. જે લોકોને ભૂલવાની બીમારી છે તેમના માટે આ અક્સીર ઈલાજ છે.
- ટી વાઇનની અમેરિકામાં ખાસ માગ છે. તેની એક બોટલ તૈયાર કરવામાં 100 રૂપિયાનો ખર્ચ થાય છે પણ માર્કેટમાં તેને રૂ. 600થી 700માં વેચવામાં આવે છે.
- હિમાચલ પ્રદેશમાં કાંગડા ચાનું ઉત્પાદન કાંગડા, મંડી અને અનેક જિલ્લાના કેટલાક ભાગમાં થાય છે. સૌથી વધુ કાંગડા ચા ધર્મશાળા, પાલમપુરમાં બને છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News