Patan News : સરસ્વતી તાલુકાના વડુગામ બસ સ્ટેશન નજીક પીકઅપ ડાલા ચાલકે બાઈકને ટક્કર મારતાં વડુના યુવાનનું મોત થયું હતું. ગ્રામજનો અને પોલીસે પીછો કરી નિદ્રોડાથી પીકઅપડાલા ચાલકને ઝડપી પાડ્યો હતો.વડુગામે રહેતા ઉદેશીંગ લાલજી ઠાકોર (ઉ.વ.35) તેઓ બાઈક લઈને બુધવારે રાત્રે રોડ ક્રોસ કરતા હતા તે વખતે ડીસા તરફથી આવી રહેલ પીકઅપ ડાલા ચાલકે અકસ્માત કરીને નાસી છૂટ્યો હતો.જ્યારે બાઈક ચાલક રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ અને ડાબા પગે તેમજ ઢીંચણથી તૂટી ભાગી ગયેલ અને જમણા પગે ઘૂંટણ પર ઇજાઓ થઈ હતી અને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાટણ જનતા હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા.
જ્યાં જનતા હોસ્પિટલના ડોક્ટરે તપાસ કરતા તેઓ મૃત હાલતમાં હતા. તેઓનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરીને મૃતદેહ વાલી વારસોને સોંપ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ રામાજી લાલાજી ઠાકોરે પીકઅપ ડાલા ચાલક માછી અશ્વિનભાઈ સુરેશભાઈ રહે.ચંમપેલી તા.લુણાવાડા જી.મહીસાગર સામે વાગડોદ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી.