Youth killed in love affair in Junagadh

પ્રતાપ સીસોદીયા, Junagadh : જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં યુવકની કરુણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ચોરવાડના ગડુ ગામમાં રાત્રે પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયેલા પ્રેમીને યુવતીના પિતાએ ઢોર માર માર્યો હતો. જીવ બચાવવા માટે યુવક ત્યાંથી ભાગી ગયો પરંતુ રસ્તામાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. યુવકના પરિજનોને ઘટનાની જાણ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હવે આ મામલે પોલીસ હરકતમાં આવતા આરોપીને ઝડપી પાડ્યો છે.

જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ગડુ ગામમાં રહેતા કરણ વાઢેર નામના યુવકે સુખપર ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેથી કરણ ગતરાત્રિએ તેની પ્રેમિકાના ઘર પર મળવા માટે ગયો હતો. આ વાતની જાણ પ્રેમિકાના પિતાને થઈ જતા તેને કરણને ઝડપી પાડ્યો હતો અને ઢોરમાર મારતા બેભાન થઈ ગયો હતો.

પ્રેમી યુવક જેમતેમ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ જૂનાગઢ હાઈવે પરના ખરેડા પુલ પાસે કરણ ઢળી પડ્યો હતો. આ વાતની જાણ તેના મામાને થતા તે તાત્કાલીક ત્યાં પહોંચ્યા હતા અને ચોરવાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાહતા. જ્યાં ફરજ પરના તબીબોએ કરણને મૃત જાહેર કર્યો હતો.

યુવકના પરિજનોને આ બાબતે જાણ થતા તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે તબીબોએ કરણને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં યુવકના પરિજનોની ફરિયાદ બાદ પોલીસે પ્રેમિકાના પિતાની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024