દયાવિહીન લોકો ક્યારેક અમાનવીય કૃત્ય આચરે છે કે જે દ્રશ્યો જોઈને હૃદય દ્રવી ઊઠયા વિના રહેતું નથી. 45 ડિગ્રી ગરમીમાં બહાર નીકળતાં વિચાર કરવો પડે છે.
બનાસકાંઠાના અમીરગઢના ઝાબા ગામમાં બળબળતા તાપમાં આદિવાસી પરિવારે જૂની અદાવત રાખી ચાર શખ્સોએ કૌટુંબિક યુવકને થાંભલે બાંધી દીધો હતો અને પછી બેફામ માર મારવામાં આવ્યો હતો.
ચાર શખ્સોએ યુવકની સાથે-સાથે માતાને પણ માર માર્યો હતો. શું આવી પણ અદાવત હોઈ શકે? શું માનવતા મરી પરવારી છે? શું અહીંયા કાયદા-કાનૂન જેવું કંઈ છે કે નહીં? સામાન્ય માણસો પર રોફ મારતી પોલીસને અહીંયા શોધવા જવી પડે તેવી સ્થિતિ છે.
મદદ માટે ગુહાર લગાવતા યુવકની મનોદશા સ્પષ્ટ જોઈ શકાય છે પણ આરોપીઓમાં દયા મરી પરવારી છે અને જાણે કે કોઈનો ડર ન હોય તેમ તાલિબાની ફરમાન કરી રહ્યા છે. શું આ ગતિશીલ ગુજરાત છે ? સબ સલામતની ગુલબાંગો પોકારનારા ક્યાં અદ્રશ્ય થઈ ગયા છે ?
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.