અંદાજે એક સપ્તાહ મોડું આખરે શનિવારના રોજ ચોમાસાંએ કેરળના દરિયાકિનારે દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે (IMD)એ શનિવારના રોજ તેની જાહેરાત કરી. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. ગઇકાલથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. રાજ્યના નવસારી-વલસાડ સહિતના પથંકોમાં વરસાદ વરસ્યો હતો.
કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી સ્થાનિક લોકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બે-ત્રણ દિવસની ગરબી બાદ ચોમાસાની શરૂઆત થઇ જશે.
હવામાન વિભાગે 9 જૂનના રોજ કેરળના આઠ જિલ્લા તિરુવનંતપુરમ, કોલમ, અલાપુઝા, કોટટ્યમ, અર્નાકુલમ, ત્રિશુર, માલાપ્પુરમ અને કોઝિકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 10 જૂને ત્રિશુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અર્નાકુલમ, મલાપ્પુરમ અને કોઝિકોટ જિલ્લામાં 11 જૂને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાયા છે. ઉપરાંત ગરમીના કારણે કેટલીક મોતની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે. આ વખતે ચોમાસું સારૂ અને લાંબુ રહેશે. જેથી દેશવાસીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.