જાણો વજન ઘટાડવામાં મદદગાર હાઈ પ્રોટીન ડાયટ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

આ સમસ્યા ઊભી થઈ શકે છે

  • કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં મીટ અથવા ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોય છે. આ તમને હૃદય રોગો તરફ દોરી જાય છે.
  • શરીર માટે દરેક પ્રકારનાં પોષક તત્ત્વો મુખ્ય હોય છે. કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં કાર્બોહાઇડ્રેટ્સ લેવાની મનાઈ ફરમાવામાં આવી હોય છે, જે શરીરમાં ન્યુટ્રિશન અને ફાઇબરની ઉણપ ઊભી કરી શકે છે. તેનાથી વ્યક્તિને સતત માથામાં દુખાવો, પેટમાં દુખાવો, પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ અને શ્વાસમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા આવી શકે છે.
  • જો તમને પ્રોટીન પાવડર અથવા પ્રોટીનની બીજી કેટલીક પ્રોડક્ટમાં રહેલી કોઈ વસ્તુથી એલર્જી હોય તો હાઈ પ્રોટીન ડાયટ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.
  • હાઈ પ્રોટીન ડાયટ કિડની પર પણ ખરાબ અસર કરે છે. શરીરમાં પ્રોટીનનું મેટાબોલિઝમ વધવાના કારણે કિડનીને વેસ્ટ ફિલ્ટર કરવામાં સમસ્યા ઉદભવી શકે છે, જે આ અંગની સાથે શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • કેટલાક લોકોનું શરીર પ્રોટીન પચાવી શકતું નથી. આ એક પ્રકારનું ફિઝિકલ ડિસઓર્ડર છે. જો આ વિશે વ્યક્તિને જાણ ન હોય અને તે સતત પ્રોટીનની વધુ માત્રા લેતી રહે તો તેનો જીવ પણ જઈ શકે છે.

શું કરવું?
હાઈ પ્રોટીનનું ડાયટ અથવા પોતાની ખાણી-પીણીની ટેવમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરો તો સૌપ્રથમ ડોક્ટરની સલાહ અવશ્ય લો. પ્રોટીનથી તમને કોઈ એલર્જી તો નથી તેનો પણ ટેસ્ટ કરાવી લો. જો અગાઉથી સાવધાની રાખી હશે તો હાઈ પ્રોટીન ડાયટથી શરીરને થતું નુકસાન અટકાવી શકાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here