હિમાંશ: ''કોઇ સાચી વાત જાણવા નથી માંગતું", તે રોતી રહે છે માટે બધા તેનો વિશ્વાસ કરે છે!

  • નેહા કક્કર અને એક્ટર હિમાંશ કોહલી વચ્ચે રોમાન્સ પછી તેમના બ્રેકઅપની વાત દુનિયામાં જગજાહેર છે. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને સોશિયલ મીડિયા પર તે એકબીજાની સાથે એક સમયે નજરે પડતા હતા. પણ તે પછી તે બંને અલગ થઇ ગયા. નેહા કક્કર હાલ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11ને જજ કરી રહી છે. ત્યારે આ શોમાં એક વાર હિમાંશનું નામ સાંભળીને તે રોઇ પડી હતી. પણ હવે તેમના બ્રેકઅપ પર પહેલીવાર હિમાંશ કોહલીએ પોતાનું નિવેદન દુનિયા સામે મૂક્યું છે. હિમાંશે જણાવ્યું કે કેવી રીતે તેમને સંપૂર્ણ પણે નેગેટિવ પ્રેજન્ટ કરવામાં આવ્યા છે.
This image has an empty alt attribute; its file name is neha-kakkar-2.jpg
  • બોમ્બે ટાઇમ્સના એક ઇન્ટરવ્યૂમાં હિમાંશે જણાવ્યું હતું કે તમારા મતે બ્રેકઅપ પર તમારે શું કહેવું છે “જ્યારે અમારો બ્રેકઅપ થયો તે તે મારી તરફથી નહતો થયો .પણ જેવું લોકોએ પોત પોતાની રીતે અનુમાન લગાવાની શરૂઆત કરી તે થતું ગયું. આ મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. આજે ભલે વસ્તુઓ સેટલ થઇ ગઇ હોય. પણ એક સમય તેવો હતો જ્યારે આખી દુનિયા મને સોશિયલ મીડિયા પર ગાળો આપતું હતું.”તેમણે જણાવ્યું હતુ કે ‘2018માં અમે બંને અલગ થયા. અને નેહાએ તેનાથી જોડાયેલું એક પોસ્ટ ઓનલાઇન શેર કર્યું. કોઇ સાચી વાત જાણવા નહોતું માંગતું બસ બધાએ મને જ વિલન બનાવી દીધો હતો. આ બધુ ખૂબ જ પરેશાન કરનારું હતું. કારણ કે મેં કોઇને કંઇ કહ્યું નહતું. બસ લોકોએ તે પોસ્ટ પર પોતાની રાય બનાવી લીધી. તે ટીવી શો પર રડી પડી તો લોકોએ આ માટે મને દોષી માનવાનું શરૂ કરી દીધું. હું પણ રોવા માંગતો હતો. પણ મારે હિંમત બતાવવી પડી. છેવટે આપણે પણ માણસ છીએ.’
  • હિમાંશે વધુમાં જણાવ્યું હતું કે મારુ અનેક વાર મન કરતું હતું કે હું કંઇક કહું. અનેક વાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા મેં ટાઇપ કર્યું પણ પછી થોડી રાહ જોઇ અને મન બદલી નાંખ્યું. કારણ કે તે એ જ વ્યક્તિ છે જેને મેં કદી પ્રેમ કર્યો હતો. તેના વિશે હું ખોટું કેવી રીતે કરું. આ મારી પ્રેમ કરવાની રીત નથી. મેં તેને ક્યારેય પુછ્યું નથી કે તે મારી સાથે આવું કેમ કરી રહી છે. જ્યારે આ તમામ વસ્તુઓથી હું ખૂબ જ પરેશાન થઇ રહ્યો હતો.
This image has an empty alt attribute; its file name is Neha-himansh-1712b.jpg
  • હિમાંશે પોતાના બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું. તેને કહ્યું કે બહુ બધી વસ્તુઓ થઇ રહી હતી જે વિશે હું વાત કરવા નથી ઇચ્છતો. બસ હું તે જ કહીશ કે તે મારી સાથે નહોતી રહેવા માંગતી અને અમે સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. તે પોતાના જીવનમાં આગળ વધવા માંગતી હતી અને મેં તેના આ નિર્ણયનું સન્માન કર્યું. પણ અચાનક સ્ટોરીએ દિશા બદલી. જ્યારે તે કોઇ પોસ્ટ શેર કરતી મારી ખરાબ રીતે આ લીધે સહન કરવું પડતું હતું .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here