• IAS અને IPS ઓફિસરને લગ્ન માટે ન્હોતો મળતો સમય, ઓફિસમાં કરી લીધા લગ્ન।.
This image has an empty alt attribute; its file name is Tushar-Singla.jpg
  • પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં એક આઈએએસ (IAS) અધિકારીએ પોતાની આઈપીએસ (IPS) ગર્લફ્રેન્ડ સાથે ઓફિસમાં જ લગ્ન કરી લીધા છે. આઈએએસ તુષાર સિંગલા હાલના સમયે હાવડામાં એસડીએમ છે. જ્યારે તેમની પત્ની નવજોત સિમી બિહાર કેડરની આઈપીએસ અધિકારી છે.સમય ન મળતો હોવાના કારણે બંનેના લગ્ન ઘણા સમયથી ટળી રહ્યા હતા. એમ બતાવવામાં આવી રહ્યું છે કે બંને પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી શકતા ન હતા. આવામાં આઈએએસ સિંગલાએ પોતાની ઓફિસમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન-ડેના દિવસે નવજોત સિમી સાથે લગ્ન કરી લીધા હતા.
This image has an empty alt attribute; its file name is Tushar-Singla2.jpg
  • કોઈ આઈએેએસે કોઈ આઈપીએસ સાથે ઓફિસમાં લગ્ન કર્યા હોય તેવો પ્રથમ બનાવ હશે.બંનેના લગ્ન પછી ઓફિસમાં ખુશીનો માહોલ છે. લોકોએ લગ્નના બંધનમાં બંધાયેલા નવ દંપતિને અભિનંદન પાઠવ્યા હતા. આ બંનેના લગ્ન ઘણા સાદગીથી ઓફિસના લોકો સામે થયા હતા. જોકે આઈએએસે એમ પણ કહ્યું છે કે તે પોતાના રિસેપ્શનમાં બધાને બોલાવશે.એમ બતાવવામાં આવી રહ્યું છે કે તુષાર અને નવજોત પંજાબના રહેવાસી છે. લગ્ન દરમિયાન તુષાર સિંગલા સૂટ-બૂટમાં જોવા મળ્યા હતા. જ્યારે નવજોકે લાલ સાડી પહેરી હતી. બંનેએ વેડિંગ શૂટ પણ કરાવ્યું હતું.સાથે સાથે બંને બહુજ ખુશ પણ હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024