શું રોટલી ફૂલતી નથી? લોટ માં ભેળવો બસ આ એક વસ્તુ પછી હંમેશા ફુલશે રોટી

rotli recipe

શુ તમે જાણો છો ફુલેલી રોટી કેવી રીતે બને ? તમે પ્રયત્ન તો ઘણી વાર કર્યો હશે પણ ચપાટી રોટી જ બની જશે પણ ફુલસે નહિ.

લોટ માં ભેળવો બસ આ એક વસ્તુ પછી હંમેશા ફુલશે રોટી :

rotli recipe

ફુલેલી રોટી બનાવવા માટે લોટ બાંધવામાં જેટલો પાણી નો ઉપયોગ કરો ઍટલો જ દૂધ નો ઉપયોગ કરો. દૂધ થી રોટી લાંબા સમય માટે ફુલેલી રહેશે અને નરમ બનશે.

લોટ જ્યારે પણ બાંધો ત્યારે 10 થી 15 મિનિટ માટે ગુંદો. જેટલો લોટ ગુંદશો એટલી જ રોટી સારી બનશે.

લોટ બાંધી લીધા પછી તેને અડધી કલાક માટે ઢાંકી ને મૂકી દેવો. એ પછી જ્યારે રોટલી બનાવા માટે લ્યો ત્યારે પણ થોડી વાર માટે ગુંદી લેવો.

રોટી બધી બાજુ થી સરખી વણવી. તવી ગરમ થઈ જાય એટલે રોટી શેકવા મુકવી. એક બાજુ થોડી બ્રાઉન થઈ જાય એટલે તરત જ ફેરવી નાખવી અને પછી ગેસ પર ફુલાવી લેવી. તો તૈયાર છે સરસ નરમ અને ફુલેલી રોટી.

સિક્રેટ સામગ્રી દૂધ નો ઉપયોગ કરવો ભૂલવો નહિ. સરસ મજા ની રોટી ઇન્જોય કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here