‘ ભરેલા ટામેટા ‘ એ પણ જૈન તમે પણ માણો ઘરે બેઠા મજા જાતે બનાવીને

બનાવા માટેની રીત

1. 4 મોટા ટામેટા અને 250ગ્રામ દૂધીના નાના મીડીયમ ટુકડા કરીને કુકર માં એકાદ ચમચી હળદર, અને જરા મીઠું નાખીને 3 સિટીઓ મારીવી.

2. 10-12 જેટલા નાના ટામેટા લઈને ઉપરથી લીલો દાંડી વાળો ભાગ કાપી નાખવા, અંદર થી બધો ગર કાઢી લેવો. અંદર ચમચી ફરીવાર ભરાવીને એક એક કરી ગેસ ઉપર ધીમા તાપે રોસ્ટ કરવા

3. એક પેનમાં જરા તેલ લઈને અંદર 3 કાચા કેળાંના ટુકડા સમારીને અંદર 1 કપ જેટલા લીલા વટાણા ઉમેરીને નરમ પડે ત્યાં સુધી સાંતડવું. ઠંડુ કરીને તેમાં 200 ગ્રામ છીણેલું પનીર, 1 કપ જેટલી બાફેલી મકાઈ, 1 ચમચી ચાટ મસાલો, 3 મોટી ચમચી ટોમેટો સૌસ, થોડી ઝીણી સમારેલી કોથમીર, 5 6 ઝીણા સમારેલા લીલા મરચા, મીઠું, જરીક ખાંડ, ગરમ મસાલો અને જરા ફુદીનો વાટીને બધું મિક્સ કરીને માવો સ્ટફિંગ બનાવી લેવું. અને રોસ્ટ કરેલા ટામેટા માં ભરી દેવા.

4. કુકરમાંથી ટામેટા અને દૂધી કાઢીને મિક્સરમાં પેસ્ટ બનાવી દીધી. અડધી વાડકી જેટલા કાજુ અને મગજતરી પહેલેથી પલાળીને રાખેલા એની પેસ્ટ બનાવી લેવા.

5. પેનમાં જરા તેલ ગરમ કરીને 1 ચમચી જીરું સાંતળી લીધું, ઉપર થી 3 4 મોટા એલચા, 2 આખા સૂકા લાલ મરચાં, 2 નાના ટુકડા તજ અને 4 લવિંગ પણ સાંતળી નાખવા. અંદર એક મોટા ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા કરીને નરમ પડે ત્યાં સુધી સાંતળી લેવા. લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો અને અડધી એક ચમચી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી દેવું. હવે અંદર દૂધી ટામેટાની પેસ્ટ નાખીને તેલ છૂટે ત્યાં સુધી ઢાંકણું ઢાંકીને ચડવ્યું. બરાબર તેલ છૂટવા લાગ્યું એટલે અંદર કાજુ મગજતરીની પેસ્ટ નાખીને ફરીવાર તેલ છૂટે ત્યાં સુધી ચડવવા દેવું.

6. ભરેલા ટામેટા અંદર નાખીને 5-1૦ મિનિટ સુધી ડિશ ઢાંકી દીધી અને વરાળમાં નરમ પડવા દેવા.

તૈયાર છે ભરેલા તામેટા , તમારા મિત્રો સાથે માણો મજા.

પોસ્ટ ગમી હોયતો આગર શેર કરો