•  અમદાવાદ ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના જૂના વાડજમાં આવેલી મ્યુનિસિપલ શાળા માં બન્યો હતો.
  • એક હેવાન શિક્ષકે પોતાના જન્મદિવસે જ એક વિદ્યાર્થિનીને તેના ગાલ પર બચકાં ભરીને છેડતી કરી હતી.
  • શિક્ષક સામે કોઇ પગલાં ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.
  • જૂના વાડજમાં એક યુવક તેના પરિવાર સાથે રહે છે.
  • સંતાનમાં તેને 11 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. બંને બાળકો જૂના વાડજની મ્યુનિસિપલ શાળા માં અભ્યાસ કરે છે.
  • અશ્વિન પટેલ નામનો શિક્ષક અવારનવાર 11 વર્ષની બાળકી સાથે મસ્તી કરતો હતો અને તેના પિતાને કહેતો કે તમારી છોકરી ખૂબ ચંચળ છે. આ બાબત તેઓને ન ગમતા પ્રિન્સિપાલને અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ કોઇ પગલાં ન લેવાતા પિતાએ લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું હતું. જોકે, ચાલુ અભ્યાસે તે સ્કૂલ ન છોડી શકે તેમ સત્તાધીશોએ કહ્યું હતું.
  • 28 તારીખ ના રોજ અશ્વિન પટેલનો જન્મદિવસ હોવાથી તેણે શાળાના તમામ શિક્ષકોને ચોકલેટ આપી હતી અને બાદમાં વિદ્યાર્થીઓને તે ચોકલેટ આપવા જતો હતો. આ દરમિયાન શાળાના પ્રથમ માળની સીડી પર પસાર થતી વિદ્યાર્થિનીને રોકીને તેને ગાલે બચકું ભર્યું હતું અને છાતી પર હાથ ફેરવ્યો હતો.વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા તેણે કોઇને આ વાત કરશે તો પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે વિદ્યાર્થિનીએ પરિવારમાં જાણ કરી હતી. જે બાદમાં બાળકીના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024