સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી 10થી વધુ સ્ટુડન્ટસે કુદકા લગાવ્યાં હતાં. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી પ્રમાણે સલથાણા વિસ્તારમાં તક્ષશીલા એપાર્ટમેન્ટના ચોથા માળે એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ લાગી હતી. આજે શુક્રવારના બપોરના સમયે આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓનો ક્લાસ ચાલી રહ્યો હતો.
આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.
ક્લાસીસમાંથી બાળકો નીચે કુદી ગયા
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે ટ્યૂશન ક્લાસિસ મંજૂરી વગર આ ટ્યૂશન ક્લાસિસ ચાલી રહ્યું હતું. બાળકોનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે એસીમાં ખામી સર્જાતા આગ લાગી હતી. જોકે, શિક્ષકોની બેરકારીના કારણે બાળકોને બાહાર કાઢી શક્યા ન્હોતા. આગે ધીમે ધીમે આખા ટ્યૂશન ક્લાસિસને આગે પોતાના ઝપેટમાં લઇ લીધું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.