• ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ના ચીફ અસુદુદ્દીન ઓવૈસી ના મંચથી પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારી યુવતીને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.
  • અમૂલ્યા લિયોના નામની આ યુવતીએ ગુરુવારે બેંગલુરુમાં આયોજિત AIMIMની એક રેલીમાં ઓવૈસીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. યુવતીએ આ દરમિયાન નાગરિકતા સંશોધન કાયદો (CAA), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર ની વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 124A હેઠળ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. અમૂલ્યાને પરપ્પાના અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી છે.
  • આ સમગ્ર ઘટના પરથી નોંધનીય છે કે, જે સમયે યુવતીએ મંચ પરથી પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા તે સમયે અસદુદ્દીન ઓવૈસી એ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.
  • આ સમગ્ર મામલામાં અમૂલ્યા લિયોનાના પિતાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમની દીકરએ CAA વિરુદ્ધની રેલીમાં જે કંઈ પણ કર્યું તે બિલકુલ ખોટું હતું. તેઓએ કહ્યું કે દીકરીની આ હરકત સહન કરી શકાય તેવી નથી.
  • તેઓએ કહ્યું કે મેં અનેકવાર દીકરીને આ આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી હતી પરંતુ તેણે મારી વાત માની નહીં.અમૂલ્યા લિયોનના પિતાએ કહ્યું કે હું હાર્ટનો દર્દી છું. તેણે મને કાલે વાત કરી હતી અને મારી તબિયતનો હાલચાલ પૂછ્યો હતો. ત્યારબાદથી જ મારી તેની સાથે કોઈ વાત નથી થઈ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024