29 મેનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

પોસ્ટ કેવી લાગી?

મેષ રાશિ

પોઝિટિવ- તમારે નવું વિચારવું જોઈએ. પરિવાર ઉપર ધ્યાન આપશો. સંતાન સાથે સમય પસાર કરવાની ખુશી થશે. આજે થોડોક આરામ કરો તો સારું. લોકો ગમે તે કહે પરંતુ તમારે એ જ કરુવં જે તમારા મનમાં છે. મહેનત વધારે કરશો અને તેનો ફાયદો મળશે.

નેગેટિવ- પૈસા કમાવવા માટે શોર્ટકટનો ઉપયોગ ન કરવો. કોઈ વ્યક્તિ સાથે મતભેદ થવાનો યોગ છે. ઘણી બાબતમાં તમારો અભિપ્રાય લેવામાં આવશે નહીં. આજે ઉદાસ રહેશો. મિત્રો સાથે વધારે સમય પસાર કરવાથી ઘરમાં ઝઘડો થઈ શકે છે. પૈસાને લઈને અણબનાવ થઈ શકે છે. પૈસાની બાબતમાં તમે કંજૂસી કરશો.


ફેમિલી- મિત્રોના કારણે ઘરમાં ઝઘડો થઈ શકે છે.

લવ- પ્રેમી સાથે મધુર સંબંધ બનાવવાની કોશિશ કરશો. પાર્ટનરની ભાવનાને સમજવામાં સફળ થશો.

કરિયર- ઓફિસમાં કામ વધારે રહેશે. કર્મચારીઓની મદદ મળશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- ઈજા થવાની સંભાવના છે. તણાવ ઓછો કરવા પ્રાણાયામ કરવા.

શું કરવું- હનુમાનજીને ગોળ ચઢાવવો.


વૃષભ રાશિ

પોઝિટિવ- આજે નવા લોકો સાથે મુલાકાત થશે. ભાગ્યનો સાથ મળશે. તમારી કાર્યક્ષમતા વધશે. નવો પ્રોજેક્ટ મળશે. નવા કામની શરૂઆત થઈ શકે છે. બેરોજગાર લોકો માટે રોજગારીનો માર્ગ ખુલશે. સંબંધોના કારણે તમે કામ કરાવી શકશો. જે પ્રોજેક્ટ ઉપર મહેનત કરશો તેનો લાભ મળશે. વાણીથી તમે લોકોને પ્રભાવિત કરશો. પૈસાની સ્થિતિ વિશે વિચાર કરવો પડશે. વેપારમાં વધારો થશે.

નેગેટિવ- બિનજરૂરી કામમાં સમયનો વ્યય થશે. થાક લાગશે. ખાસ કામમાં તમારું મન લાગશે નહીં. કામમાં એકાગ્ર થઈ શકશો નહીં. નજીકના લોકો સાથે અણબનાવ થઈ શકે છે. કામના ભારણની અસર તમારી લવ લાઈફ ઉપર પડશે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

ફેમિલી- તમારી મૂંઝવણનો ગુસ્સો પાર્ટનર ઉપર ન ઉતારવો.

લવ- તમે એવું કામ કરી શકો છો જેની નેગેટિવ અસર તમારી લવ લાઈફ ઉપર પડી શકે છે.

કરિયર- તમારા માટે દિવસ ઠીક રહેશે. નવું કામ મળશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. મૂંઝવણ થશે.

હેલ્થ- થાક અને તણાવ રહેશે. જૂની બીમારી પરેશાન કરી શકે છે.

શુ કરવું- ગાયને ખીર અને પુરી ખવડાવવી.

મિથુન રાશિ

પોઝિટિવ- બિઝનેસ અને નોકરીમાં મહેનતનું ફળ મળશે. ઓફિસમાં નવી યોજના તમારી સામે આવી શકે છે. લગ્નજીવનમાં ખુશી આવશે. તમારે એક સાથે ઘણા કામ કરવા પડશે. બીજા લોકોની સલાહ લેવા માટે સારો દિવસ છે. ઘણા લોકો તમારા વિચાર સાથે સહમત થશે. કામમાં સફળતા મળશે.

નેગેટિવ- ભાગદોડ રહેશે. અમુક કામમાં મન લાગશે નહીં. ગંભીર વાતનો વિચાર તમારા મનમાં ચાલી રહ્યો છે, જેનાથી ચિંતા રહેશે.

ફિમિલી- જીવનસાથી સાથે સંબંધ સુધરશે.

લવ- જે વાત સાથે તમારે કોઈ લેવા-દેવા નથી તેને લઈને વિવાદ કરવો નહીં.

કરિયર- નોકરી અને બિઝનેસમાં દિવસ સારો રહેશે. મિત્રોની મદદથી ધનલાભ થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીમાં રાહત મળશે.

શું કરવું- વરિયાળી ખાવી.

કર્ક રાશિ

પોઝિટિવ- અચાનક ધનલાભનો યોગ છે. અટવાયેલા પૈસા મળી શકે છે. સરકારી કામમાં સફળતા મળશે. સંતાન સુખ મળશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. ઈન્ટરવ્યુમાં સફળતા મળશે. મિત્રો સાથે સમય પસાર કરવાની ઈચ્છા થશે. ભવિષ્યને લઈને યોજના બનાવશો.

નેગેટિવ- ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો સફળતા મળશે. અમુક ખાસ બાબતમાં મિત્રો ઉપર વિશ્વાસ ન કરવો. મિત્રની મદદ મળશે નહીં. પૈસા સાથે જોડાયેલી મૂંઝવણનું સમાધાન મળશે નહીં.

ફેમિલી- પરીવાર સાથે સમય વિતશે. પાર્ટનર તમારી ભાવનાને સમજશે.

લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.

કરિયર- નોકરી અને બિઝનેસમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે. સારી ઓફર મળી શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- એસિડિટી થઈ શકે છે. જૂની બીમારી મુશ્કેલી વધારશે.

શું કરવું- બે ટીપા ગંગાજળ પીવું.

સિંહ રાશિ

પોઝિટિવ- તમારા કામના વખાણ થશે. આજે કામનું ભારણ રહેશે. મિત્ર સાથે સમય વિતાવવાની તક મળશે. સારું કામ કરશો. મોટા અધિકારીઓ સામે તમારી ઈમેજ સારી બનશે. કોર્ટ-કચેરીમાં તમારો પક્ષ મજબૂત બનશે.

નેગેટિવ- દુશ્મનોથી સાવધાન રહેવું. નજીકના વ્યક્તિઓ સાથે ખરાબ વ્યવહાર કરવો નહીં. તમને આપવામાં આવેલા કામ અધૂરા રહી શકે છે. ઓફિસમાં અમુક લોકો તમારી નિંદા કરી શકે છે. પોતાની જાત ઉપર કાબૂ રાખવો. બિઝનેસ અને નોકરીમાં નવું કામ કરવાનું વિચારો છો તો તે ન કરવું.

ફેમિલી- પાર્ટનર મનની વાત શેર કરશે.

લવ- લવ લાઈફની દ્રષ્ટિએ સમય સારો છે.

કરિયર- બિઝનેસમાં નવું કરવાની કોશિશ કરવી નહીં. સંભાળીને રહેવું. અધિકારીઓની મદદ મળશે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ દિવસ છે.

હેલ્થ- સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી. ઈજા થઈ શકે છે.

શું કરવું- સૂર્યને નમસ્કાર કરવા.

કન્યા રાશિ


પોઝિટિવ- ઘર અને ઓફિસમાં લોકોનો સહકાર મળશે. ચંદ્રમાની સ્થિતિના કારણે તમારા કામ પૂરા થવા લાગશે. પાર્ટનરની સલાહથી મોટો ફાયદો થશે. તમારું ધ્યાન જરૂરી કામમાં રહેશે. જવાબદારીવાળા કામ તમારી પાસે આવી શકે છે. પૈસાની બાબતમાં ફાયદો થશે. અટકેલા પૈસા પરત મળી શકે છે. યાત્રાના લીધે પણ ફાયદો થશે.

નેગેટિવ- નવી યોજના સમજી-વિચારીને શરૂ કરવી. યોજના વગર કામ અધૂરા રહી શકે છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે.

ફેમિલી-પાર્ટનર સાથેનો વિવાદ ઉકેલવા માટે સારો સમય છે. પરેશાની દૂર થઈ શકે છે.


લવ- લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો છે.


કરિયર- આજે કામનું ભારણ રહેશે. ધાર્યા પ્રમાણમાં પરિણામ મળશે નહીં. આગામી દિવસો માટે યોજના બનાવશો. મિત્રોની સલાહ લેશો.


હેલ્થ- થાક અને આળસ રહેશે.


શું કરવું- નાની બાળાને પાન ખવડાવવું.

………..


તુલા રાશિ


પોઝિટિવ-પરીવાર અને પૈસા સાથે જોડાયેલી બાબતમાં તમારું ધ્યાન રહેશે. મેકઅપનો સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો. જૂના વિવાદોને ઉકેલીને આકળ વધવાની કોશિશ કરો. દુશ્મનો સામે જીતવા માટે બુદ્ધિનો ઉપયોગ કરો. મધુર વાણીથી મોટાભાગના કામ કરાવવામાં સફળ થશો.


નેગેટિવ- ઉધાર પૈસા લેવાનું ટાળવું. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો. ચંદ્રમાની સ્થિતિ તમને પરેશાન કરી શકે છે. સાવધાન રહેવું. થાક લાગશે. ઉત્સાહમાં ખોટું કામ કરી શકો છો. વિવાદથી બચવું. પૈસાની બાબતમાં મતભેદ થઈ શકે છે. અમુક લોકો સાથે અણબનાવ થઈ શકે છે. ખર્ચ વધશે.


ફેમિલી-વાણીનો પ્રયોગ સંભાળીને કરવો. સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું.


લવ- પ્રેમી પાસે તમે જે ઈચ્છો છો તેના માટે જિદ્દ ન કરો, નહીંતર સંબંધ બગડી શકે છે.


કરિયર- બિઝનેસમાં સાવધાની રાખવી. કામના ભારણના લીધે નોકરિયાતવર્ગની પરેશાની વધશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.


હેલ્થ- પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઊંઘ ઓછી આવશે.


શું કરવું- નાભીમાં અત્તર લગાવવું.

વૃશ્ચિક રાશિ

પોઝિટિવ- મનને હકારાત્મક, શાંત અને સંતુલિત રાખવાની કોશિશ કરવી. બિઝનેસમાં ધનલાભની સ્થિતિ બની રહી છે. નવી યોજનામાં અચાનક ફાયદો થઈ શકે છે. બીજાને મદદ કરવામાં સફળ થશો.

નેગેટિવ- સંબંધોમાં ઉતાર-ચઢાવ આવશે. સંબંધને લઈને તમે આક્રમક પણ થઈ શકો છો. તમારા વિચાર સાથે લોકો સહમત થશે નહીં. અમુક કામમાં વિલંબ થવાથી પરેશાન થશો. જૂની વાતને લઈને દુ:ખી થશો.

ફેમિલી- સંબંધો ધીમે ધીમે મધૂર બનશે.

લવ- પાર્ટનરની ભાવનાની મજાક ઉડાવવી નહીં.

કરિયર- નોકરી અને બિઝનેસમાં મિત્રોની મદદ મળશે. તણાવ રહેશે. કાયદા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ- હાથ-પગમાં દુખાવો થઈ શકે છે.

શું કરવું- ગુલકંદ ખાવું.


ધન રાશિ

પોઝિટિવ- તમારું બુદ્ધિ ઝડપથી ચાલશે. ઓફિસમાં કામનું ભારણ રહેશે.તમારી વિશ્વસનિયતા વધશે. તમે અમુક લોકોની મદદ કરશો. માતા સાથે સંબંધ મધુર બનશે. નવી યોજના બનાવશો. તણાવ મુક્ત રહેવાની કોશિશ કરો.

નેગેટિવ- કુંડળીમાં ચદ્રમાની સ્થિતિના કારણે મુશ્કેલી વધશે. આજે જેમ ચાલે છે તેમ ચાલવા દો. કામમાં ફેરફાર કરવાથી બચો. યાત્રા ટાળવી. બિનજરૂરી વાતો તમને ડરાવી શકે છે. તણાવ વધી શકે છે. અમુક લોકો તમારી સાથે ખોટા વાદા કરી શકે છે.

ફેમિલી- તમારા મૂડથી ઘરનું વાતાવરણ બગડી શકે છે.

લવ- સંબંધોને મજબૂત બનાવવાની કોશિસ કરો. લવ લાઈફમાં સફળતા મળશે.

કરિયર- અટવાયેલા કામ પૂરા થશે. બિઝનેસમાં પૈસા અટવાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક છે.

હેલ્થ- સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

શું કરવું- ભગવાન રામ કે વિષ્ણુના મંદિરમાં ચિંદન ચઢાવવું.

મકર રાશિ
પોઝિટિવ- નવી રીતથી તમારું કામ પૂરું થશે. જેમાં તમને ફાયદો થશે. નોકરિયાતવર્ગની બઢતી થઈ શકે છે. તમારી વાત સાથે નજીકના લોકો સહમત થશે. પરીવારની ઘણી બાબતો ઉપર તમારું ધ્યાન રહેશે. પરીવારને તમારી મદદની જરૂર છે. રોકાણ માટે સમય સારો છે. મોટા નિર્ણયમાં અનુભવી લોકોની સલાહ લેવી.

નેગેટિવ- પૈસાની બાબતમાં ચિંતા વધશે. જૂનો વિવાદ તમારી સામે આવી શકે છે. સારો પ્લાન પણ બદલવો પડશે. ખોટા કામથી દૂર રહેવું.

ફેમિલી-લગ્નજીવન સારું રહેશે.

લવ- લવ પાર્ટનરને લઈને ખર્ચ વધી શકે છે.

કરિયર- ખર્ચમાં વધારો થશે. વિવાદ કરવો નહીં. એકલા રહેવાની ઈચ્ચા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક રહેશે. પોતાની જાત ઉપર ભરોસો રાખવો.

કરિયર- તણાવ રહેશે. માથાનો દુખાવો થઈ શકે છે.

શું કરવું- ઘરમાં પશ્ચિમ દિશામાં તેલનો દીવો કરવો.

કુંભ રાશિ

પોઝિટિવ- ગોચર કુંડળીમાં ધનભાવમાં ચંદ્રમાં હોવાથી શુભ ફળ મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. ઓછી મહેનતમાં વધુ પૈસા મળશે. ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કામ પૂરા થશે. આત્મવિશ્વાસ વધશે. બગડેલા સંબંધો સુધરશે. પરીવારની બાબતમાં વધારે સમય આપવો પડશે. શુભ યાત્રા થઈ શકે છે. નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. નવા લોકો સાથે સંપર્ક થશે.

નેગેટિવ- અમુક બાબતમાં સ્વાર્થી હોવાના કારણે સંબંધો બગડશે. વાત વાતમાં ગુસ્સો કરવાથી તમારી ઈમેજ બગડશે. મહેનતના પ્રમાણમાં ઓછો ફાયદો થશે.

ફેમિલી- પાર્ટનર સાથે તમારી ભાવનાને શેર કરશો. સંબંધ મજબૂત બનશે.

લવ- લવ પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળશે.

કરિયર- કોઈ સારા સમચાર મળી શકે છે. કરિયરને લઈને સાવધાન રહેશે. અજાણ્યા લોકોની વાતોમાં ન આવો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

હેલ્થ- બ્લડ પ્રેશરના દર્દીઓને ફાયદો થશે.

શું કરવું- હનુમાનજીને ફળ ચઢાવવું.

મીન રાશિ

પોઝિટિવ- પોતાની જાત ઉપર કાબૂ રાખવો. ગુપ્ત વિદ્યામાં રસ વધશે. જીવનસાથીને સમય આપવો. પૈસાની સાથે જોડાયેલી બાબતમાં ધ્યાન આપો. તમારા મનની શંકા દૂર થશે.

નેગેટિવ- આક્રમક વલણથી તમારું કામ બગડશે. મનની વ્યક્ત કરવામાં મુશ્કેલી પડશે. અણબનાવ થવાના યોગ છે. અમુક ખાસ કામ આવતીકાલ ઉપર છોડી શકો છો. મૂંઝવણ થઈ શકે છે. મનની વાત ન કહેવાના કારણે નજીકના લોકો સાથે ગેરસમજ થઈ શકે છે. કરજ લેવું પડી શકે છે.

ફેમિલી- લગ્નજીવન સારું રહેશે.

લવ- પાર્ટનરને પ્રભાવિત કરવાની કોશિશ કરશો. પાર્ટનર તમારી ભાવનાને સમજી શકશે નહીં.

કરિયર- કાર્યક્ષેત્રમાં અને બિઝનેસમાં સંભાળીને કામ કરવું. પૈસાની બાબતમાં ધ્યાન રાખવું. વિવાદથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો નથી.

હેલ્થ- ઈજા થઈ શકે છે.

શું કરવું- ભગવાનને ચઢાવેલ પ્રસાદ ગરીબને આપવો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures