Earthquake
આજે સવારે આઠ વાગ્યે મુંબઇ સહિત દેશના પશ્ચિમ કાંઠે સવારે ભૂકંપના આંચકા (Earthquake) આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ આંચકા 3.5 તીવ્રતાના હતા. ભૂકંપનું કેન્દ્ર મુંબઇથી 102 કિલોમીટર દૂર હતું. જો કે કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નહોતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા આ જાણકારી અપાઈ છે.
આ પણ જુઓ : IPL 2020 Schedule : IPL કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે કઈ મેચ રમાશે
આ અગાઉ મહારાષ્ટ્રના મુંબઇમાં ગત શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં છે. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી છે.જ્યારે મોડી રાત્રે નાસિકમાં મોડી રાત્રે 11 વાગ્યાની 41 મિનિટ પર 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ પણ જુઓ : એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કોરોના પોઝિટિવ યુવતી પર કર્યો રેપ
વલસાડમાં મોડી રાત્રે 11.41 કલાકે 4.1 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બીજો 12.05 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બંને ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 65 થી 80 કિમી દૂર નોંધાયું હતુ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.