Earthquake
કોરોના મહામારી તેમજ વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો (Earthquake) અનુભવાયો છે. બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા. 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દૂધઈથી નોર્થ ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો.
જોકે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી મળ્યા. ભૂજ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી ભરબપોરે લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001 ના વર્ષના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.