- ઈડીના કાર્યાલયને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવ્યું અને સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને ક્વોરેન્ટાઈનમાં રહેવા કહેવાયું
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તપાસ એજન્સીના પાંચ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમના કાર્યાલયને સીલ કરી દેવામાં આવ્યું છે.
- સ્પેશિયલ ડિરેક્ટર રેન્કના અધિકારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- એજન્સીના કર્મચારીઓમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના કાર્યાલયને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવ્યું છે.
- કોરોના પોઝિટિવ આવેલા પાંચ કર્મચારીમાંથી બે કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ પરના છે.
- ખાન માર્કેટ ખાતે આવેલા લોક નાયક ભવનના અન્ય માળના કેટલાક લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા તેથી તપાસ એજન્સીના કર્મચારીઓનું પણ ટેસ્ટિંગ કરાયું હતું.
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના કોરોના પોઝિટિવ મળી આવેલા કર્મચારીઓમાં કોરોનાના કોઈ પણ લક્ષણો દેખવામાં આવ્યા ન હતા.
- હાલ કોરોના પોઝિટિવ કર્મચારીઓને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.
- તમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઈનમાં રહેવા કહેવામાં આવ્યું છે.
- હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને કાર્યાલયને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવ્યું છે.
- સોમવારથી ફરીથી કામકાજ શરૂ કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News