યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ અટલજી 11 જૂનથી એઇમ્સમાં દાખલ
અટલજીની તસવીર છેલ્લીવાર 2015માં ત્યારે સામે આવી હતી જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ભારત રત્ન આપ્યો હતો
અટલજીએ 13 વર્ષ પહેલા સક્રિય રાજકારણમાંથી લીધો હતો સંન્યાસ, મુંબઈની રેલીમાં કરી હતી જાહેરાત
લાંબા સમયથી બિમાર રહેલા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટના રોજ સાંજે 93 વર્ષે નિધન થયું છે.
અટલજીની તબિયત અંગે એમ્સ સાંજે સાડા પાંચ વાગ્યે બુલેટીન જાહેર કરી તેમના નિધનના સમાચાર આપ્યાં હતા. અટલ બિહારી વાજપેયીનું 5:05 વાગે નિધન થયું છે
સવારે પહેલા બુલેટિનમાં નાજુક હતી તબિયત
એમ્સએ આજે સવારે બુલેટિન બહાર પાડી જણાવ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત છેલ્લા 24 કલાકથી નાજુક છે. તેમણે લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. વાજપેયી9 અઠવાડિયાથી એમ્સમાં દાખલ છે.
એમ્સના અનુભવી ડૉકટરોની ટીમ તેમના તબીયત પર નજર રાખી રહી છે. એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને અટલજીની તબીયતની જાણકારી આપી હતી.
છેલ્લા ઘણા દિવસ થી અટલ બિહારી વાજપેયી યૂટીઆઇ ઇંફેકશન, લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇંફેકશન અને કિડની સંબધીત બિમારીના કારણે એમ્સમાં દાખલ છે.
દેશભરના નેતાઓની દિલ્હી ભણી દોટ
– કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ સતત ઉપસ્થિત છે.
– મમતા બેનર્જી-શિવરાજસિંહ સહિત અનેક નેતા દિલ્હી દોડયા છે.
– ગુજરાતમાંથી સીએમ રૂપાણી પણ દિલ્હી જાય તેવી સંભાવના છે.
– કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એઈમ્સ પહોંચ્યા છે.
– આ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદીયા જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસી નેતા ફારૂખ અબ્દુલ્લા અટલજીના ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા હતા..
– ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ પણ એમ્સની મુલાકાત લીધી છે.
– કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, મુખ્તર અબ્બાસ નકવી, જેપી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ખબર અંતર પૂછવા માટે એમ્સ પહોંચ્યા હતા.
– ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહ નવાઝ હુસેને પણ એમ્સની મુલાકાત લીઘી હતી.
– ઉત્તરાખંડના સીએમ ત્રિવેદ્રસિંહ રાવતે એઈમ્સની મુલાકાત લીધી છે.
– કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા પણ એઈમ્સ પહોંચ્યા હતા.
– રાજ્યસભાનાં સાસંદ અમરસિંહ, લોકસભાના સ્પિકર સમીત્રા મહાજન સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ એમ્સની મુલાકાત લઈ ચૂક્યા છે.