- કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી હારને લઈને મોટું નિવેદન કર્યું છે. પૂણેમાં શુક્રવારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનું અચાનક ગાયબ થઈ જવું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના પરાજયનું કારણ છે. તેમણે પોતાની વાતના સમર્થનમાં તર્ક આપ્યો હતો કે તેનાથી બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થઈ ગયો હતો. દિલ્હીમાં આપને 62 સીટો મળી છે. જ્યારે ભાજપને 8 સીટો મળી છે. કોંગ્રેસ સતત બીજા વર્ષે ખાતું ખોલાવી શકી નથી.
- વધુમાં જાવડેકરે જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનો પરાજય કોંગ્રેસનું આકસ્મિક ગાયબ થવાના કારણે થયો છે. આ અલગ વિષય છે કે શું કોંગ્રેસ ગાયબ થઈ કે લોકોએ ગાયબ કરી દીધી કે પછી તેમના વોટ બીજા સ્થાને ચાલ્યા ગયા. જાવડેકરે કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણીમાં 26 ટકા વોટ મેળવનાર કોંગ્રેસ દિલ્હી વિધાનસભામાં ફક્ત 4 ટકા વોટ મેળવી શકી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News