Etudiants au travail sur des ordinateur lors d'un cours en amphitheatre, prise de notes
  • સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલી પેન્શન સ્કિમને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. નવા નિર્ણય હેઠળ, સરકારે નેસનલ પેન્શન સ્કિમ સાથે જોડાયેલા કર્મચારીઓને જુની પેન્શન સ્કિમમાં સામેલ થવાની છૂટ આપી છે.
  • કેન્દ્રીય કર્મચારીઓ જેમણે 1 જાન્યુઆરી 2004 અથવા તે પહેલા નોકરી શરૂ કરી છે. હવે તે જુની પેન્શન સ્કિમ યોજનાનો પણ ફાયદો ઉઠાવી શકશે. ભલે તેમનું અપોઈમેન્ટ આ તારીખ બાદ થયું હોય. આવા તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.જુની પેન્શન સ્કિમ એપીએસ એ યોજના હતી જેમાં પેન્શન અંતિમ ડ્રોન સેલરીના આધાર પર બનતી હતી. ઓપીએસમાં મોંઘવારી દર વધવાની સાથે મોંઘવારી ભથ્થુ પણ વધી જતુ હતું. જો સરકાર નવું પગાર પંચ લાગુ કરે તો પણ આ પેન્શનમાં વધારો થાય છે.
  • જુની પેન્શન NPS કરતા વધારે ફાયદાકારક છે. કેમ કે, તેમાં બેનિફિટ વધારે છે. તેમાં પેન્શનર સાથે તેનો પરિવાર પણ સુરક્ષિત રહે છે. કર્મચારીને OPSનો ફાયદો મળે છે તો, તેનાથી તેનું રિટાયરમેન્ટ સિક્યોર થઈ જાય છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, OPS માટે એલિઝિબલ થયા બાદ આ કર્મચારીઓનું NPS ખાતુ બંધ કરી દેવામાં આવશે. સરકારે તમામ વિભાગોથી આ આદેશને લાગુ કરવાનું કહ્યું છે.
  • 1 જાન્યુઆરી 2004થી નવી પેન્શન યોજના NPS લાગુ કરવામાં આવી છે. તો કેટલાક રાજ્યોમાં પહેલી એપ્રિલ 2004થી NPS લાગુ થઈ. ખાસ વાત એ છે કે, NPSમાં નવા કર્મચારીને રિટાયરમેન્ટના સમયે જુના કર્મચારીઓની જેમ પેન્શન અને પારિવારિક પેન્શનનો બેનિફિટ નહી મળે. આ યોજનામાં નવા કર્મચારીઓ પાસેથી વેતન અને મોંઘવારી ભથ્થાના 10% Contribution લેવામાં આવે છે. જ્યારે સરકાર 14% Contribution કરે છે.
  • કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004માં નવી પેન્શન યોજના લાગુ કરી હતી. આ હેઠળ નવી પેન્શન યોજનાના ફંડ માટે અલગથી ખાતા ખોલવામાં આવ્યા અને રોકાણ માટે ફંડ મેનેજર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો પેન્શન ફંડનું શેર બજાર, કે બોન્ડમાં કરેલા રોકાણનું રિટર્ન સારૂ રહ્યું તો PF અને પેન્શનની જુની સ્કિમની તુલનામાં નવા કર્મચારીઓને રિટાયરમેન્ટ પર સારૂ રિટર્ન પણ મળી શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024