- અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ દરમિયાન આ બાજુ અમેરિકી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ ત્રણ દિવસના પ્રવાસ નિમિત્તે મુંબઈ પહોંચ્યા હતા.
- ફ્યુચર ડીકોડેડ સીઈઓ કોન્ક્લેવમાં સત્યા નદેલા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે સવાલ જવાબનું સેશન યોજાયું હતું. તેમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સની સ્થાપના એક સ્ટાર્ટઅપ તરીકે થઈ હતી. તે પહેલા તેમના પિતાજીએ ટેબલ ખુરશી અને 1000 રૂપિયાથી તેની શરૂઆત કરી હતી. ત્યારપછી આ લઘુ ઉદ્યોગ બની અને પછી મીડિયમ અને આજે એક મોટો ઉદ્યોગ બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે દેશના દરેક વેપારીમાં ધીરુભાઈ અંબાણી કે બિલ ગેટ્સ બનવાની સંભાવના છે.
- ટ્રમ્પના ભારત આગમન અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ 2020માં જે ભારતને જોશે તે કાર્ટર, બિલ ક્લિન્ટન અને ઓબામાએ જે ભારત જોયું છે તેનાથી અલગ હશે.
- જિયોને કારણે ટેલિકોમ ઉદ્યોગમાં આવેલા પરિવર્તન અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા દેશમાં ડેટાની કિંમત પ્રતિ જીબી 300થી 500 રૂપિયા હતી. જિયો પછી તે ઘટીને 12થી 14 રૂપિયાની થઈ ગઈ છે.
- વધુમાં અંબાણીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વની ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવે છે. આ દરમિયાન સત્યા નદેલાએ જણાવ્યું કે ભારતના ટોચના ઉદ્યોગપતિઓએ એવી ટેકનીકલ ક્ષમતા મેળવવી જોઈએ કે જે ઇન્ક્લુસિવ હોય.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News