સામગ્રી :-
1 કપ ફણગાવેલા મગ , 1/2 કપ કેપ્સિકમ
- 1 ચમચી લીલી ડુંગળી
- 1 ચમચી કોથમીર
- 1/2 બાઉલ ડુંગળી
- 1/2 બાઉલ ટામેટા
- 1 ચમચી તેલ
- 1 ચમચી લસણ
- 1 ચમચી વિનેગર
- 1 ચમચી સૉયા સોસ
- 1/2 ચમચીલાલ મરચું
- 1/2 ચમચી ખાંડ
- 2 ચમચી સીંગદાણા
- સ્વાદનુસાર મીઠું
રીત :-
સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો તેમા લસણ ઉમેરીને આછા બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળી લો અને ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.
તેમા સોયા સોસ,વિનેગર, ખાંડ, મરચું, મીઠું અને અધકચરા પીસેલા સીંગદાણા ઉમેરીને બરાબર મિ્કસ કરી લો.
એક વાસણાં ફણગાવેલા મગ, કેપ્સિકમ, ટામેટા, ડુંગળી અને તૈયાર કરેલું ગાર્નિશીંગની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી લો.
આ સલાડને તમે તરત પણ સર્વ કરી શકો છો. તે સિવાય તમે ફ્રીઝમાં પણ આ સલાડ ઠંડુ કરીને સર્વ કરી શકો છો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News
જો તમે ગુજરાતી હોવ તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.