- ગુજરાતમાં નવસારી જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે.
- મુંબઈથી નવસારી આવેલા 90 વર્ષના વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતાં તેની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું છે.
- કોરોનાથી થયેલા પ્રથમ મોટ ના આ સમાચારને લઈને નવસારીમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.
- આ પણ જુઓ : N-95 માસ્ક કેટલું છે સુરક્ષિત? જાણીએ
- ગુજરાતમાં ગઈ કાલ સાંજે સુધીમાં કોરોનથી કુલ 1092 લોકોના મોત થયા છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 888 લોકોના મોત થયા છે.
- ગઈ કાલે ગુજરાતમાં કોરોનાને કારણે 29 લોકો અવસાન પામ્યા છે, જેમાં અમદાવાદમાં 24, અરવલ્લીમાં 2 અને સુરત 1, મહેસાણા 1 અને જૂનાગઢમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
- તે ઉપરાંત ગઈ કાલે જ ગુજરાતમાં 415 કોરોનના કેસ નોંધાયા હતા. જેમાં ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 279, સુરતમાં 58, ખેડામાં 3, મહેસાણામાં 5, ભાવનગરમાં 4, વડોદરામાં 32, ભરુચમાં 4, દાહોદમાં 4, પંચમહાલ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા 1, પાટણ 1, નર્મદા 1, વલસાડ 1અને નવસારીમાં 1 નોંધાયા છે.
- ગુજરાતમાં કોરોના કેસને લઈ ઘટાડો નોંધાયો છે. 15 દિવસ પહેલા 53.19% સામે હવે ઘટીને 26.35% થયા છે.
- ગુજરાતમાં હાલ, 4631 એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં 3158 એક્ટિવ કેસ છે.
- ગુજરાતમાં અત્યાર સુધીમાં ગઈ કાલે સૌથી વધારે 1114 દર્દીઓએ કોરોનાની સામે લડત જીતી છે.
- અમદાવાદમાં પણ સૌથી વધુ 1019 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News