Surat
- (Surat)સુરતમાં ફરી એકવાર દુર્ઘટના બની જેમાં બે મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યો છે.
- ડાયમંડ બુર્સમાં માટી ધસી પડતા થયેલા બે શ્રમજીવી અશોક રવિન્દ્રભાઈ યાદવ(20) અને રાહુલ રામસોચ રાજભર(25)ના મોતનો કિસ્સો સામે આવ્યો છે.
- સુરત(Surat)માં ખજોદ ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં કોન્ટ્રાક્ટ કંપનીની બેદરકારીના કારણે બે મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
- વરસાદી માહોલ હોવા છતા તેમજ ક્લોઝર નોટીસ આપવામાં આવી હોવા છતા કોન્ટ્રાક્ટ કંપનીના એન્જિનિયર અને સુપર વાઈઝરે ગટરની નાળમાં લેવલીંગ કરવા માટે મજૂરોને ઉતાર્યા હતા.
- તો ત્યાં અચાનક માટી ધસી પડતા દબાઈ ગયેલા બે મજુરોના મોત નીપજ્યા હતા.
- તથા ડાયમંડ બુર્સમાં કોન્ટ્રાક્ટથી કામગીરી કરતી કંપનીના એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારી સામે આવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
- અશોક અને રાહુલ સહિત 8 જેટલા કામદારો સોમવારે મોડી સાંજે ખજોદ ડાયમંડ બુર્સમાં ગટરની નાળ ખોદેલી તેમાં લેવલ કરવાની કામગીરી કરતા હતા.
- પરંતુ લેવલીંગની કામગીરી દરમિયાન અચાનક ઉપરની માટી ધસી પડતા 6 મજુરોનો બચાવ થયો હતો.
- પરંતુ અશોક અને રાહુલ માટીની ભેખડ નીચે દબાઈ ગયેલા બન્ને શ્રમજીવી યુવકો મોતને ભેટ્યા હતા.
- આ પણ વાંચો :Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- School: હાંસોલની આ સ્કૂલ દ્વારા વાલીઓ પર થતું દબાણ, જાણો.
- આ ઘટના ઘટતાતમામ કામદોરો તાત્કાલિક માટી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને પોકલેન મશીનની પણ મદદ લેવામાં આવી હતી.
- તેમજ બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
- કોઈપણ સલામતીના સાધનો વગર પેટા કોન્ટ્રાક્ટ કંપની આશીર એન્જિનિયરના એન્જિનિયર વરૂણ પટેલ અને સુપરવાઈઝર કનુ પટેલ દ્વારા બેદરકારીપૂર્વક કામ શરૂ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.
- તેમજ પોલીસે સુપરવાઇઝર કનુ રાઠોડ અને એન્જિનિયર વરૂણ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- મળતી માહિતી પરથી જાણવાનું કે (Surat) સુરતમાં ડાયમંડ બુર્સની કામગીરી શરૂ થઈ ત્યાર થી અત્યાર સુધીમાં પ્રોજેક્ટની અંદર જ અકસ્માત મોતના 8 થી વધુ બનાવો બન્યા છે.
- જોકે કેટલીક વાર આવા બનાવોને લઈને જ કામદારો રોષે પણ ભરાયા છે.
- છતા પણ શ્રમજીવીઓ સાથે બનતી દુર્ઘટનાઓ અટકાવવાના કોઈ પ્રયાસો કરવામાં આવ્યા હોય તેવું લાગતું નથી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News