Rajasthan
- (Rajasthan) રાજસ્થાનના બાડમેરમાં એક કંપનીનું સ્કેમ સામે આવ્યું છે,
- આ સ્કેમમાં ગુજરાતની એક કંપની લોકો પાસેથી રૂ. 4 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ ગઈ છે.
- તો આ ફ્રોડ કંપની સામે સેંકડો લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
- પોલીસે કંપની સામે કેસ નોંધ્યા વગર તપાસ શરૂ કરી છે.
- ફ્રોડ કંપનીના શિકાર બનેલા પીડિતોએ પોલીસને જણાવ્યું હતું કે, અમદાવાદની મેસર્સ ડોરોટાઇઝર્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી.
- (Rajasthan) રાજસ્થાનના બાડમેરના 819 લોકોને આ કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
- તો દરેક વ્યક્તિ પાસેથી 45-45 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેના બદલામાં તેઓને 1-1 LED ટીવી આપવામાં આવ્યા હતા.
- કંપનીએ આ લોકોને કહ્યું હતું કે, ટીવી પર તેમની ચેનલ દરરોજ 4 કલાક જોયા પછી, 9 મહિના માટે દર મહિને રૂ. 9 હજાર પાછા આવશે.
- તો પાંચ વર્ષ પછી, ટીવીના બદલામાં લેવામાં આવેલા રૂ. 45 હજારમાંથી રૂ. 44 હજાર પણ પાછા આપવામાં આવશે.
- તેમજ આ કંપનીએ રૂ. 44 હજારનો એડવાન્સ ચેક પણ આપ્યો હતો.
- એટલું જ નહિ, ગ્રાહકોને વિશ્વાસ આપવા માટે, તેમની સાથે રૂ. 100ની નોટરી પર કરાર પણ કરવામાં આવ્યો હતો.
- (Rajasthan) રાજસ્થાનના બાડમેરની રોય કોલોનીમાં રહેતા જીતેન્દ્ર શર્માને 15 માર્ચ 2019ના રોજ આ કંપનીની ડીલરશીપ લીધી હતી
- તથા તેના બદલામાં તેમની પાસેથી રૂ. 5 લાખની સિક્યુરિટી ડિપોઝિટ પણ જમા કરાવાઈ હતી.
- જ્યારે જીતેન્દ્ર શર્મા સ્કિમમાં ગ્રાહકો જોડાતા ત્યારે શર્માને તેનું કમિશન મળતું હતું.
- આ કંપનીએ લોકોને એવી લાલચ આપી હતી કે,45 હજાર, 51 હજાર, 79 હજાર, 81 હજાર અને 83 હજાર રૂપિયાથી સ્કીમને અપડેટ કરવા પર દર મહિને રૂ. 5 હજારના બદલે રૂ. 11,500 આપવામાં આવશે.
- તો આ લાલચમાં ઘણા લોકોએ ફસાઈને યોજનાને પણ અપડેટ કરી હતી.
- કંપનીના ખાતામાં 819 લોકોએ કુલ રૂ. 4.15 કરોડ જમા કરાવ્યા હતા.
- જોકે ,લોકોના ખાતામાં 22 એપ્રિલ સુધી રૂ. 5 હજાર જમા થયા હતા, પછી પૈસા આવવાનું બંધ થઈ ગયું.
- તો પૈસા ના આવાથી લોકોએ કંપનીનો સંપર્ક પણ કર્યો પરંતુ કંપનીનો ફોન બંધ આવા લાગ્યો.
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકેમહિલાની રહસ્યમય મોત,હત્યા કે આત્મહત્યા?
- આવો ખોરાક ન ખાતાં, થઇ શકે છે પેટનું કેન્સર
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Hotel અને હોસ્પિટાલિટી સેક્ટર પર કોરોનાની માઠી અસર
- તેમજ ડીલરશીપ લીધેલા જીતેન્દ્ર શર્મા મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે લોકો પૈસાની ઉઘરાણી કરવા તેમના ઘરે આવે છે.
- મેસર્સ ડોરોટાઇઝર્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ઠગાઈ કરનાર કંપની દ્વારા તેની વેબસાઇટ પર લખ્યું છે કે કેવિડ-19 મહામારીને કારણે કંપની અને ગ્રાહકો વચ્ચેનો કરાર થોડા સમય માટે મુલતવી(Postponed)રાખવામાં આવ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News