IPL
- વૈશ્વિક મહામારી કોરોનાની અસર દુનિયાભરમાં દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે.
- તો કોરોનાનો કહેર રમત ગમત જગત પાર જોવા મળી રહ્યો છે. કોરોનાને પગલે ક્રિકેટ પણ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે.
- તેમજ આ લિસ્ટમાં હવે IPL (આઇપીએલ) ને પણ મોકો મળી શકે છે.
- IPL ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
- રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ વર્ષના અંત સુધી આઇપીએલ લીગ યોજાઇ શકે છે.
- જો કે, રિપોર્ટ પ્રમાણે, IPL 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે.
- તો અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે.
- રિપોર્ટ મુજબ, આ અઠવાડિયાની શરૂઆતમાં IPL ના તમામ ટીમ માલિકોની મીટિંગ થઇ હતી, જેમાં આ વિદેશમાં રમાડવાની અંગે કોઇને કંઇ વાંધો નથી.
- કેટલીય ફ્રેન્ચાઇઝીઓને આશા છે કે સપ્ટેમ્બરના અંતમાં આ લીગનુ આયોજન થઇ શકે છે.
- જોકે આ માટે ટી20 વર્લ્ડકપ રદ્દ થવો ખુબ જરૂરી છે.
- આ જ કારણ છે કે બીસીસીઆઇ હાલ આઇપીએલ પર કોઇ સત્તાવાર નિવેદન નથી આપી રહી, કારણ કે તે ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે.
- સૂત્રો મુજબ યુએઇમાં કોરોના વાયરસના પ્રૉટોકૉલને ધ્યાનમાં રાખતા આઇપીએલનુ આયોજન ખાલી સ્ટેડિયમમાં જ થશે.
- રિપોર્ટ એક ટીમ ફ્રેન્ચાઇઝીના હવાલાથી કહેવાયુ છે કે આઇપીએલ ટીવી માટે બનાવવામાં આવી છે.
- જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો આનાથી કોઇ ખાસ ફરક નહીં પડે.
- વળી, એક અન્ય ટીમ માલિકના હવાલાથી કહેવાયુ છે કે ત્યાં અમારા વિદેશી ખેલાડીઓ રમવા માટે તૈયાર થશે.
- અમને તૈયારીઓ માટે માત્ર એક મહિનાની જરૂર છે.
- નોંધનીય છે કે આઉટલુકના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020માં રમાનારો ટી20 વર્લ્ડકપ રદ્દ થવાનુ નક્કી છે,
- આ માટે સહમતી પણ બની ગઇ છે, અને બહુ જલ્દી આની જાહેરાત પણ થશે.
- આ ડોક્ટરે મહિલા પત્રકાર સાથે સારવારના બહાને કર્યો બળાત્કાર
- Twitter સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા દુનિયાની આ જાણીતી હસ્તીઓના એકાઉન્ટ થયા હેક
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow