Patan
- ઔદ્યોગીક એકમોની સ્થળ મુલાકાત દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણને ખાળવા આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા અને સાવચેતીના પગલા લેવા અનુરોધ કરતાં શ્રમ અધિકારીશ્રી
- અનલૉક-૦૨ના અમલીકરણ સાથે કાર્યરત થયેલા ધંધા-રોજગારના સ્થળોએ સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ થાય છે
- તે સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા Patan (પાટણ) શ્રમ વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે.
- કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત ઔદ્યોગીક અને સંસ્થાકીય એકમોમાં કામ બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજર અને માર્ગદર્શક સુચનાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા Patan (પાટણ) શ્રમ વિભાગની ટીમ દ્વારા તા.૧૯ જુલાઈના રોજ સિદ્ધપુર જી.આઈ.ડી.સી.ના ૧૬ એકમો તથા તા.૨૦ જુલાઈના રોજ ચાણસ્મા જી.આઈ.ડી.સી.ના ૧૧ એકમોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
- Somnath મંદિરે શ્રદ્ધાળુઓમાં સોશિયલ ડિસ્ટિંસિંગના ધજાગરા, પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ
- સરકાર આ કંપનીઓ અને બેંકોની ખાનગી-કરણની તૈયારીમાં…
- કોરોના વાયરસના સંક્રમણને ટાળવા સાવચેતી એ જ સલામતી છે ત્યારે ઔદ્યોગીક એકમોમાં કામ કરતાં કર્મચારીઓ તથા શ્રમયોગીઓ કામના સમયે માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ પહેરે છે. તથા કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન થાય છે કે કેમ તેની રૂબરૂ તપાસણી કરવામાં આવી.
- વધુમાં કામના સ્થળે હાથ ધોવાની વ્યવસ્થા અને સ્થળનું સમયાંતરે સેનેટાઈઝેશન થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી।
- શ્રમ અધિકારીશ્રી બી.વી. દેસાઈ દ્વારા ઔદ્યોગીક એકમો અને સંસ્થાઓના માલિકોને આરોગ્ય વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજર અને માર્ગદર્શક સુચનાઓના સુચારૂ અમલીકરણ માટે અનુરોધ કર્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow