rain

  • ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી વરસાદી માહોલ જામ્યો છે.
  • આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા (rain) નું આગમન થયું છે.
  • અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
  • તો સાંજે 5 કલાક આસપાસ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે.
  • અમદાવાદ શહેરના બોપલ, ઘુમા, એસજી હાઈવે, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક, નરોડા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ (rain) પડ્યો છે. 
  • ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સારો વરસાદ (rain) થયો છે.
  • ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આજે બપોરે 12થી 2 કલાક વચ્ચે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
  • તો ગઈકાલે પણ સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ થયો હતો.
rain
ફાઈલ તસ્વીર
  • તથા ભાવનગર જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ (rain) વરસ્યો હતો.
  • સારો વરસાદ પડતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે.
  • તો જગતના તાત પણ ખુશ જોવા મળી રહ્યા છે. 
  • તો રાજ્યમાં જૂનાગઢ, તાપી, પાટણ, સાબરકાંઠા સહિત અનેક જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. 
  • જિલ્લા સહિત ગઢડા, બરવાળા સહિત પંથકમાં ગાજવીજ સાથે વરસાદ (rain) શરૂ થયો છે.
  • ગઢડા, રણીયાળા, માંડવધાર, ગોરડકા, બરવાળા, રોજીદ, રામપરા, ભીમનાથ, પોલારપુર, બેલા, કુંડળ, ટીંબલા સહિતના આસપાસના તમામ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
  • તેમજ વરસાદ આવતાની સાથે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.
  • તથા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024