NDRF

અત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRF ની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, NDRFની ટીમ દ્વારા મોરબીમાં 6 લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.

ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં NDRFની 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર અને વડોદરામાં NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

NDRF

ત્યારે ગાંધીનગર અને વડોદરામાં એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં NDRF ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ભારે વરસાદને કારણે ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં NDRF ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024