Hotels Restaurants

ગુજરાતના હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રાતે 10 વાગ્યા પછી પણ હોટલ- રેસ્ટોરન્ટ (Hotels Restaurants) માંથી ફૂડ ડિલિવરી થઈ શકશે. તથા આ રીતે ડીલિવરી કરનારને પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારી રોકી શકશે નહીં.

ગુજરાત હોટેલ્સ- રેસ્ટોરન્ટ એસોસિયેશનની માંગણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કરતાં રાજ્યના હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યોગને રાહત થઈ છે. આ ઉપરાંત મોડી રાત સુધી કામ કરીને જમવાનું શોધતા પ્રોફેશનલ્સ માટે પણ આ સમાચાર રાહતના છે. જો કે, આ નિર્ણયથી રાજ્યમાં હોટલ- રેસ્ટોરા આખી રાત પોતાને ત્યાંથી ફૂડ ડિલિવરી કરી શકશે. આ આદેશનો અમલ હુકમ પ્રસિદ્ધ થતાંની સાથે જ 17 ઓગસ્ટને સોમવારથી શરૂ થયો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024