Modak
મોદક (Modak) બનાવ માટેની જોઈતી સામગ્રી:
2 થી 3 ચપટી કેસર
3 કપ મેંદો
3 કપ રવો
6 થી 7 ચમચી ચાસણી
1 કપ નારિયેળ પાવડર
1 ચમચી ઘી
2 થી 3 કપ તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં થોડુંક દૂધ લઈને તેમાં કેસર ઉમેરીને 15 મિનિટ માટે રહેવા દો. હવે બીજા એક મિક્સિંગ બાઉલમાં મેંદો લઈને તેમાં રવો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં કેસરવાળું થોડું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાં સુધી મિક્સ કરો, જ્યાં સુધીમાં સરસ મિશ્રણ તૈયાર ના થઈ જાય. હવે આ લોટમાં મીઠું અને પાણી ઉમેરીને સરસ કણક તૈયાર કરો. 10 મિનિટ સુધી તેને બરાબર મસળો.
ત્યારબાદ એક નોન સ્ટિક પેનને ગરમ કરો. હવે તેમાં ચાસણી ઉમેરો. કડાઈ થોડીક ગરમ થઈ જાય એટલે તેમાં નારિયેળ પાવડર, ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઘી ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લઈને ઠંડું થવા માટે સાઈડમાં મૂકો.
તૈયાર કરેલી કણકમાંથી ગોળા બનાવીને તેમાં નારિયેળનું સ્ટફિંગ ભરો. દરેક ગોળામાં એક ચમચી પૂરણ ભરો. ત્યાર બાદ તેને ચારે તરફથી દબાવીને મોદકનો આકાર આપો. આ દરમિયાન કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા મોદક લાઈટ ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળો. તૈયાર છે સ્વાદિષ્ટ મોદક (Modak) તેને તમે પિસ્તાની કતરણથી સજાવી શકો છો. ગણેશજીને ભોગ ધરાવો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.