Chana chaat : કોઈ પણ સમયે નાસ્તા માટે આ છે હેલ્ધી સ્નેક્સ

chana chaat

chana chaat

ઘરે જ તમે દેશી ચણાની મદદથી એક હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો. તમે થોડી ચીજોની મદદથી chana chaat આ હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકશો. ફટાફટ બની જતા આ નાસ્તાના અનેક ફાયદા છે. આ નાસ્તા માટે તમારે ખાસ તૈયારી કરવાની જરૂર નથી.

ચણા ચાટ (chana chaat) બનાવા માટેની સામગ્રી

 • બે વાટકી બાફેલા દેશી ચણા   
 • બે ચમચા કાંદાનું છીણ 
 • બે ચમચી આદુનું છીણ 
 • બે ચમચી ચણા ચાટ મસાલો 
 • એક વાટકી ગળી ચટણી 
 • મીઠું પ્રમાણસર
 • બે ચમચી લીંબુનો રસ 
 • બે ચમચા કોથમીર 
 • એક ચમચી સમારેલા લીલા મરચા
 • એક ચમચી તેલ 
 • થોડી ઝીણી સેવ

રીત 

સૌ પ્રથમ ચણામાં મીઠું નાંખીને બાફી લો. એક વાસણમાં તેલ ગરમ કરીને કાંદા લીલા મરચાં, આદુનું છીણ સાંતળો. તેમાં ચણા નાંખો. બરોબર મિક્સ કરીને નીચે ઉતારો. તેમાં મીઠું-મરચું-લીંબુનો રસ, ચાટ મસાલો, કોથમીર મિક્સ કરો. ચણા ચાટ ઉપર પ્રમાણે તૈયાર છે. બાઉલમાં મસાલેદાર ચણા ભરો તેના પર ગળી ચટણી, સેવ-કોથમીર, ચાટ મસાલો નાંખીને સર્વ કરો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here