Rasode Me Kaun Tha?

‘સાથ નિભાના સાથિયા’ ફેમ એક્ટ્રેસ રુપલ પટેલ (કોકિલા) હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહી છે તેની પાછળ કારણ છે તેનું કોકિલાબેનનો ડાયલોગ્સ. અસલમાં તેનાં કેટલાંક ડાયલોગ્સ પર મીમ્સ બની રહ્યાં છે. તેમાં અત્યારે જ કોકિલા બેનનાં એક ડાયલોગ પર Rasode Me Kaun Tha? આ મેશઅપ સોન્ગ વીડિયો બન્યો છે.

જેમાં કોકિલાબેન રાશિ અને ગોપી બહુ સાથે નજર આવે છે. અને તેની વહુઓને લઢી રહી છે. યશરાજ મુખાટે નામનાં એક યુઝરે તેનાં આ ડાયલોગ પર Rasode Me Kaun Tha? આ મેશઅપ સોન્ગ બનાવી દીધુ છે અને આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. લોકો વીડિયો જોઇને પેટ પકડીને હસે છે. યશરાજ મુખાટે ઔરંગાબાદનો એક નવો સિંગર પ્રોડ્યુસર છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કોકીલા બેન એટલે કે રુપલ પટેલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી નણંદે સૌથી પહેલાં આ વીડિયો મને મોકલ્યો હતો. જે બાદ મારી કોસ્ટાર રિયા શર્માએ મોકલ્યો હતો હું આ વીડિયો જોઇને દંગ રહી ગઇ હતી. મને પહેલાં તો એવું થયું કે, મે ક્યારેય યશરાજનાં શોમાં ગીત નથી ગાયું તો આ ગીત કેવી રીતે રિલીઝ થયું. આ બાદમાં મને એહસાસ થોય કે, તેણે મારા ડાયલોગ્સ પર આ સોન્ગ બનાવ્યું છે. મને ઘણું ગમ્યું. પછી મે મારા મિત્રો પાસે તેનો નંબર માગ્યો અને તેને શુભેચ્છાઓ પાઠવી. તથા મારા તરફથી કૃતજ્ઞતા પણ જાહેર કરી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024