Tiktok
ટિક્ટોક (Tiktok)ને લઇ મોટા સમાચાર આવ્યા છે. ભારત અને અમેરિકાએ ટિક્ટોકના પ્રતિબંધ બાદ ટિક્ટોકને ફરી એક ઝાટકો લાગ્યો છે. 4 મહિના પહેલાં જ ડિઝની છોડીને ટિકટોકના સીઈઓ બનેલાં કેવિન મેયરે ટિક્ટોક (Tiktok)ના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. કેવિન મેયર ડિઝનીના ટોપ એક્ઝિક્યુટિવ હતા. જેમને ચાર મહિના પહેલાં જ તેઓને ટિકટોકના સીઈઓ બનાવ્યા હતા.
આ પણ જુઓ : Rhea Chakraborty પર સુશાંતના પિતાનો ચોંકાવનારો આરોપ
કેવિન મેયરે રાજીનામું આપતાં કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી રાજનીતિક વાતાવરણ ઘણું બદલાઈ ગયું છે. જે બદલાવ કરવાના હતા તે મેં કર્યા છે, જેની જરૂર પણ હતી અને જેના માટે મને ગ્લોબલ રોલમાં રાખવામાં આવ્યો હતો. કેવિને પત્રમાં લખ્યું કે, હાલના અઠવાડિયોમાં રાજનીતિક વાતાવરણમાં તેજીથી બદલાવ આવ્યો છે. હું ભારે મન સાથે તમને જણાવવા માગુ છું કે મેં કંપની છોડવાનો નિર્ણય કર્યો છે.
આ પણ જુઓ : AWACS : ભારત ઇઝરાયેલ પાસેથી ફાલ્કન અવાક્સ અવાક સિસ્ટમ ખરીદશે
ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને ચેતવણી આપી છે કે, તમે કાં તો કારોબાર વેચી દો નહીંતર અમે તમારા પર પ્રતિબંધ લગાવી દઈશું. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેના જોડાણને કારણે ટ્રમ્પે આ આદેશ કર્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.