Adani
અદાણી (Adani) ગ્રુપ મુંબઈ એરપોર્ટ પર 74% હિસ્સો હસ્તગત કરવાનો કરાર કર્યો છે. મુંબઈ એરપોર્ટ એ દેશનું બીજું વ્યસ્ત એરપોર્ટ છે. બિઝન્સમેન ગૌતમ અદાણીની અધ્યક્ષતામાં અદાણી જૂથ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બનવાનું લક્ષ્ય ધરાવે છે. મુંબઈ એરપોર્ટના ઓપરેટર મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) માં અદાણી ગ્રૂપે 50.5 ટકા હિસ્સો અને એરપોર્ટ કંપની દક્ષિણ આફ્રિકા અને બિડવેસ્ટ ગ્રુપ જેવા અન્ય લઘુમતી શેરહોલ્ડરોમાં 23.5 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો છે.
અદાણી (Adani) ગ્રૂપે માર્ચ 2019માં દક્ષિણ આફ્રિકાની બિડવેસ્ટ કંપનીમાં 13.5 ટકા હિસ્સો 1,248 કરોડમાં ખરીદવાની સંમતિ આપી હતી. તેમજ જીવીકે જૂથે તેના પ્રથમ ઇનકાર રાઇટનો ઉપયોગ કરીને અથવા શેરની ખરીદી પર પહેલી યોગ્ય જોગવાઈનો ઉપયોગ કરીને સોદાને નકારી હતી. પરંતુ જીવીકે આ હિસ્સો ખરીદવા માટે પૈસા એકત્ર કરી શક્યો નહીં અને મામલો કોર્ટમાં ગયો.
- Rains: ગુજરાતમાં સોમ-મંગળ ભારેથી અતિભારે વરસાદની આગાહી
- ટૂંકું ને ટચ: Health Insurance: Details of Arogya Sanjeevani Policy
અદાણી જૂથ હવે એરપોર્ટ પર દાવ લગાવી રહ્યો છે. જૂથને તાજેતરમાં છ એરપોર્ટ ચલાવવાના કરાર પ્રાપ્ત થયા છે. જેમાં લખનઉ, જયપુર, ગુવાહાટી, અમદાવાદ, તિરુવનંતપુરમ અને મેંગ્લોરનો સમાવેશ થાય છે. અને હવે મુંબઈ એરપોર્ટનું સંચાલન પણ અદાણી જૂથ દ્વારા કરવામાં આવશે. તો અદાણી હવે ભારતના નવા એરપોર્ટ કિંગ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.